આણંદઃ જિલ્લાના એક ગામમાં પતિના નિધન પછી વૃદ્ધ સાસુ અને ત્રણ સંતાનોનું ભરણપોષણ કરવા માટે યુવતીએ દેહવ્યાપારનો રસ્તો અપનાવ્યો હતો. જોકે, અન્ય યુવકો સાથે શરીર સંબંધને કારણે યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. પાડોશમાં રહેતા લોકોએ યુવતીને એબોર્શન કરાવી નાંખવાની સલાહ આપી હતી. જોકે, એક જાગૃત મહિલાએ મહિલા હેલ્પલાઇન 181માં કોલ કરતાં ગર્ભવતી યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાયો છે. જેથી યુવતી સાથે કોઈ દુર્વ્યહાર ન થાય અને બાળકના જન્મ બાદ તેનો સારી રીતે ઉછેર થાય.
આ અંગેની વિગતો છે કે, આણંદ જિલ્લાના એક ગામની પરિણીતા યુવતીના પતિનું અવસાન થતાં સમગ્ર પરિવારની જવાબદારી તેની માથે આવી પડી હતી. જોકે, કમાવાનું કોઈ સાધન ન હોય અને ઘરમાં 80 વર્ષની વૃદ્ધ સાસુ અને 3 બાળકોનું ભરણપોષણ કરવાનું હોવાથી યુવતીએ કેટલાક યુવકો સાથે 500-500 રૂપિયા લઈ સંબંધ બાંધવાના શરૂ કર્યા હતા. તેમજ આ રૂપિયાથી તે પરિવારનું ભરણપોષણ કરતી હતી.
આ સંબંધોને પરિણામે યુવતીને ગર્ભ રહી ગયો હતો. શરૂઆતમાં તો યુવતીએ પાડોશીઓથી વાત છૂપાવી રાખી હતી અને પેટમાં ગાંઠ હોવાનું બહાનું બતાવ્યું હતું. જોકે, સરકારી હોસ્પિટલમાં તપાસ કરતાં યુવતી ગર્ભવતી હોવાનું પાડોશીઓને ખબર પડી ગઈ હતી. આથી પાડોશીઓએ યુવતીને ગર્ભ કઢાવી નાંકવાની સલાહ આવી હતી. જોકે, એક જાગૃત મહિલાએ મહિલા હેલ્પલાઇનની મદદ માગતાં યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવી હતી.
આણંદઃ પતિ ગુજરી જતાં પરિવારને પોષવા યુવતીએ યુવકો સાથે બાંધવા માંડ્યા શારીરિક સંબંધ ને થઈ ગઈ પ્રેગનન્ટ, પછી....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Dec 2020 02:29 PM (IST)
જાગૃત મહિલાએ મહિલા હેલ્પલાઇન 181માં કોલ કરતાં ગર્ભવતી યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાયો છે. જેથી યુવતી સાથે કોઈ દુર્વ્યહાર ન થાય અને બાળકના જન્મ બાદ તેનો સારી રીતે ઉછેર થાય.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -