આજકાલ યુવા પેઢીના મોઢે એક શબ્દ ખાસ સાંભળવા મળશે અને તે છે સ્ટાર્ટ-અપ. નોકરી નથી કરવી પણ બિઝનેસ કરવો છે જેવી વાતો પણ તમે સાંભળી જ હશે. તો જો તમારે કોઇ સ્ટાર્ટઅપ શરુ કરવું હોય અથવા કોઇ બિઝનેસની શરુઆત કરવી તો સૌથી પહેલાં શું જરુરી છે? તમને કઇ કઇ બાબતોની જાણકારી હોવી જોઇએ? ફંડ ક્યાંથી આવશે? બિઝનેસ ચાલશે કે નહીં? આ બધા સવાલો તમારા દિમાગમાં જરૂર આવતા હશે.


લોકોને મુંઝવતા સવાલોનો ઉકેલ અને નવી પેઢીને બિઝનેસ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે અમદાવાદના બે ચાર્ટડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ. તેમના નામ છે CA રિંકેશ શાહ અને CA ફેનિલ શાહ. આ બંને CAએ હાલમાં જ દુબઈમાં પૂર્ણ થયેલા ઇંટરનેશનલ એક્સ્પોમાં ભાગ લીધો અને અહીં યોજાયેલી સ્ટાર્ટ-અપ ઇવેન્ટમાં ભાગ લીધો. આ પ્રસંગે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને દુબઈ સ્થિત ભારતના એંબેસેડર અમન પૂરી ઉપસ્થિત રહ્યા હતા. દુબઇની હોટલ તાજમાં યોજાયેલી આ સ્ટાર્ટ અપ ઇવેન્ટમાં દેશભરના 100થી વધુ નવા સ્ટાર્ટ-અપે પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. આ સાથે દેશના 66 હજાર સ્ટાર્ટ-અપ અને તેમાં રોકાણ કરતા રોકાણકારો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.  


કયા ક્ષેત્રો સ્ટાર્ટઅપ માટે બેસ્ટ?
સ્ટાર્ટ-અપ વિશે વાત કરતાં CA રિંકેશ શાહે જણાવ્યું કે, અમદાવાદમાં પણ ઘણા સારા આઈડિયા સાથે કેટલાક સ્ટાર્ટ-અપ કામ કરી રહ્યા છે. આવી ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાની સાથે તેમના પ્રોજેક્ટને વેગ મળે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. સ્ટાર્ટ-અપમાં હેલ્થકેર, એજ્યુકેશન, એંટરટેન્મેન્ટ, લોજિસ્ટિક અને ફૂડ ઇંડસ્ટ્રીમાં ઘણું સારુ ભવિષ્ય છે.


આ પણ વાંચોઃ


અસામાજિક તત્વોએ ત્રિપલ તાલાકના કાયદાથી બચવા શોધી ‘છટકબારી’, જાણો કેવી રીતે કાયદાને આપી હાથતાળી


મોટા સમાચાર : આગામી સમયમાં BTP અને AAPના ગઠબંધનની સત્તાવાર રીતે થઈ શકે છે જાહેરાત