છોટેઉદેપુર: રાજ્યમાં ફરી એક વખત પોલીસ જવાન બુટલેગર બન્યાની ઘટના સામે આવી છે.  છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જે બાદ તપાસ કરતા ખુલાસો થયો કે... ઝડપાયેલા બંને શખ્સોમાંથી એક નડિયાદ SRP ગ્રુપનો કોન્સ્ટેબલ મહીપાલસિંહ જાડેજા છે. હાલ પોલીસે બુટલેગર બનેલા પોલીસ કર્મચારી મહીપાલસિંહ જાડેજા અને અન્ય શખ્સ દીપકસિંહ સોલંકીની ધરપકડ કરી તપાસ શરુ કરી છે.


રાજ્ય ડ્રાઇ સ્ટેટ છે. ગુજરાતમા દારૂબંધી છે, આ કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની પણ છે આવી સ્થિતિમાં પોલીસ જ બુટલેગર બનીને દારૂની રાજ્યમાં હેરેફરી કરે તો પછી દારૂ બંધીના કાયદાનું સખતાઇ પાલન કરવાની અપેક્ષા કોને માટે રાખવી આ એક વેધક સવાબ થવો સ્વાભાવિક છે. રાજ્યમાં દારૂબંધી છતાં પણ દારૂની અનેક ભઠ્ઠી ધમધમતી ઝડપાઇ છે.  આ સ્થિતિ આપણી સિસ્ટમ અને કાયદો વ્યવસ્થા પણ ચોક્કસ સવાલ ઉભા કરે છે. બે દિવસ પહેલા જ સુરતમાં ટ્રેન મારફતે દારૂ ની હેરાફેરીને  એસએમસીએ  ઝડપી પાડી હતી અને આ સમયે પણ સુરત રેલ્વે પોલીસ અને રેલ્વે LCB ઊંઘતી ઝડપાઈ હતી. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા દરમિયાન ખુલાસો થયો કે. મહારાષ્ટ્ર ના નંદુબારથી દારૂ લેવામાં  લવાયો હતો.  આ બનાવમાં વિશ્વજિત ઉર્ફે વિશ્વાસ ભુરહસ્પતિ પડવી ની ધરપકડ કરવામાં આવે છે. તો સુરતના કાલુ અને અશોક વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે,
સુરત-ઉધના સ્ટેશનએ દારૂ ની હેરાફેરીની ઘટચનાનો અનેક વખત પર્દાફાશ થયો છે અને દારૂનો જથ્થો ઝડપાતો રહે છે.                                     


આ પણ વાંચો


Israel-Hamas War: કેરળ કોગ્રેસે પેલેસ્ટાઇનના સમર્થનમાં યોજી રેલી, શશિ થરૂર સહિત આ મોટા નેતા રહ્યા હાજર


Uttarkashi Tunnel Rescue Live Updates: ઉત્તરકાશીમાં ફરી શરૂ કરવામાં આવ્યું ડ્રિલિંગનું કામ, બચાવકર્મીઓથી 7-8 મીટર દૂર છે મજૂરો


Gandhinagar: રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોની ગ્રાન્ટ વધારવાની માંગ, શાળા સંચાલક મંડળની અન્ય શું છે માંગણીઓ?


Gujarat: ભારતીય જળસીમામાંથી ઝડપાયા 13 પાકિસ્તાની માછીમારો, વિવિધ એજન્સીઓએ શરૂ કરી તપાસ