Aaj Ka Mausam: રાજ્યમાં અત્યારે વૈશાખ મહિનાની કાળઝાળ ગરમી પડી રહી છે, અમદાવાદથી લઇને રાજકોટ, સુરત અને વડોદરા સહિતના કેટલાય મોટા શહેરમાં લોકો આકરા તાપમાં શેકાઇ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી છે કે, હજુ પણ રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો ઉંચો જઇ શકે છે. ગઇકાલે રાજ્યમાં ભીષણ ગરમી યથાવત રહી હતી, પરંતુ અમદાવાદ કે રાજકોટ- સુરત નહીં પરંતુ સાબરકાંઠાનું હિંમતનગર શહેર સૌથી હૉટ શહેર બન્યુ છે. 


અત્યારે મોટાભાગના શહેરોમાં લૂ ની સાથે અગનવર્ષા વર્ષી રહી છે. ગુજરાત જ નહીં સમગ્ર ઉત્તર ભારત ભીષણ ગરમીની ઝપેટમાં આવ્યુ છે, છેલ્લા બે દિવસથી નવી દિલ્હી-NCRમાં હીટવેવની સ્થિતિ યથાવત રહી છે, અને મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યો હતો. ખાસ વાત છે કે, ગુજરાતમાં પણ ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેટલાક વિસ્તારોમાં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.


હવામાન વિભાગના તાજા આંકડા જોઇએ તો, રાજ્યમાં મે મહિનાની આકરી ગરમી પડી રહી છે. આકાશમાંથી અગનગોળા વરસતા આખુ ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાયું છે, ખાસ વાત છે કે, મોટાભાગના વિસ્તારોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે, અને રાજ્યમાં હિંમતનગર સૌથી હૉટેસ્ટ સીટી બન્યુ છે, હિંમતનગરમાં સૌથી વધું 46.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આની સાથે સાથે રાજ્યમાં 11 જિલ્લામાં આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર શહેર સામેલ છે, આ ઉપરાંત બનાસકાંઠા અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.


રાજ્યમાં જાણો ક્યાં કેટલા ડિગ્રી સુધી પહોંચ્યુ તાપમાન 
સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયુ
ડીસામાં 45.1 ડિગ્રી તાપમાન નોંધાયુ
અમદાવાદમાં 44.9 ડિગ્રી તાપમાન નોંધાયુ
અમરેલીમાં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયુ
ભાવનગરમાં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયુ
ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયુ
વલ્લભ વિદ્યાનગરમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયુ
રાજકોટમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયુ
વડોદરામાં 44.0 ડિગ્રી તાપમાન નોંધાયુ
કેશોદમાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાયુ
ભૂજમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયુ
મહુવામાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયુ
સુરતમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયુ
વલસાડમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયુ


હવામાન વિભાગ બાદ AMC એ જાહેર કર્યું એલર્ટ, બે દિવસ ઓરેન્જ અને ત્રણ દિવસ યલો એલર્ટ


હવામાન વિભાગ બાદ AMC એ એલર્ટ (Ahmedabad municipal corporation issued alert) જાહેર કર્યું છે. આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ (orange alert) અને બાદના ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર (yello alert) કરવામાં આવ્યું છે. શનિવાર અને રવિવારે 44 ડિગ્રી (heat wave) રહેવાનું અનુમાન છે, જ્યારે સોમવાર,મંગળવાર અને બુધવારના રોજ તાપમાન 43 ડિગ્રી રહેવાનું અનુમાન છે.


હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, 17 થી 22 મે દરમિયાન રાજ્યમા તાપમાન ઉંચુ જોવા મળશે અને પવન નોર્મલ સ્પીડમા ઉતર પશ્ચિમના ફૂંકાશે. 17 મેથી તાપમાનમાં વધારો જોવા મળશે અને 42 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય એવી શક્યતા છે. 17 થી 22 મે દરમિયાન હિટ વેવનો રાઉન્ડ હશે. સરેરાશ તાપમાન 42 થી 44 નોંધાવાની શક્યતા છે. અમુક જગ્યાઓએ 44 ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાય એવી શક્યતા છે. પવનની ગતિ 22 મે સુધી નોર્મલ રહેશે.



બનાસકાંઠામાં ભારે વરસાદ અને પવનથી ખેડૂતોના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું અને વરસાદ થતાં ખેડૂતોના બાજરી તેમજ પપૈયા જેવા તૈયાર પાકોનું શોથ વળી ગયો હતો અને જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદ વરસી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં પણ ગઈકાલે આવેલા ભારે વાવાઝોડા અને વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનું વારો આવ્યો છે.બનાસકાંઠાનાં પાલનપુર તાલુકાના ધાણધા જલોત્રા સહિતના ગામડાઓ નાં ખેડૂતો પપૈયા ની ખેતી કરી રહ્યા છે અને બાજરીનું પણ વાવેતર કર્યું છે ત્યારે ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદે વિનાસ વેર્યો છે અને ખેડૂતોના પપૈયા અને બાજરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે..ધાણધા ગામે લક્ષમણ ભાઈ પટેલે 12 હજાર થી વધુ પપૈયાના છોડ નું વાવેતર કર્યું હતું..ત્યારે વાવાઝોડા થી 7 હજાર થી વધુ છોડ નષ્ટ પામતા ખેડૂત ને 10 થી 12 લાખનું નુકશાન થયું છે.