ગાંધીનગર: ચોમાસાને લઇ ગુજરાત (Gujarat) માટે સારા સમાચાર આવ્યા છે.  ગુજરાતમાં 19થી 30 જૂન વચ્ચે ચોમાસું (Monsoon) એન્ટ્રી કરશે.  ભારતીય હવામાન વિભાગ(IMD) અનુસાર, ચોમાસું અંદામાન-નિકોબાર પહોંચી ગયું છે.  તે 31મી મે સુધીમાં કેરળ પહોંચશે. ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું. આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલાં પણ કેરળમાં આવી શકે છે. 


જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે પધરામણી કરી શકે છે.


ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચી ગયું છે. તે 31મી મે સુધીમાં કેરળ પહોંચશે. ગયા વર્ષે પણ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું.


આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલાં પણ કેરળમાં આવી શકે છે. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે.


IMD અનુસાર મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. જ્યારે યુપીમાં તે 18 થી 25 જૂન સુધી અને બિહાર-ઝારખંડમાં 18 જૂન સુધીમાં પહોંચી જશે.


IMDના ડેટા અનુસાર કેરળમાં ચોમાસાના આગમનની તારીખો છેલ્લા 150 વર્ષોમાં તદ્દન અલગ રહી છે. 1918 માં ચોમાસું 11 મેના રોજ પ્રથમ કેરળ પહોંચ્યું હતું, જ્યારે 1972 માં, તે 18 જૂનના રોજ સૌથી મોડા કેરળ પહોંચ્યું હતું. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો 2020માં ચોમાસું 1 જૂન, 2021માં 3 જૂન, 2022માં 29 મે અને 2023માં 8 જૂને કેરળ પહોંચ્યું હતું.


આ વખતે લા નીનાને કારણે સારા વરસાદની અપેક્ષા 


અલ નીનો અને લા નીના એમ બે આબોહવાની પેટર્ન છે. ગયા વર્ષે અલ નીનો સક્રિય હતો, જ્યારે આ વખતે અલ નીનોની સ્થિતિ આ સપ્તાહે પૂરી થઈ ગઈ છે અને ત્રણથી પાંચ સપ્તાહમાં લા નીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. ગયા વર્ષે, અલ નીનો દરમિયાન, સામાન્ય કરતાં 94% ઓછો વરસાદ પડ્યો હતો. 2020 થી 2022 દરમિયાન લા નીના ટ્રિપલ ડીપ દરમિયાન, 109%, 99% અને 106% વરસાદ થયો હતો.