Gujarat Monsoon: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી છે, છુટાછવાયો વરસાદ રહેવાની શક્યતા છે. મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ રહી શકે છે. અમદાવાદમાં હળવો વરસાદ રહી શકે છે. 


માછીમારોને દરિયો ન ખેડવા સૂચના


હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ રહ્યો છે, સિઝનમાં પડતા વરસાદની સરખામણીએ 92 ટકા વરસાદ રહ્યો છે. અત્યાર સુધીમાં 70 ટકા વધુ વરસાદ રહ્યો છે. હાલ ગુજરાતને વરસાદ મળે તેવી એક પણ સિસ્ટમ સક્રિય નથી.


હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના દરિયા કાંઠના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ પડી શકે છે. તેમજ કચ્છના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મઘ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી પણ ભારે વરસાદની શક્યતા છે.  સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.




રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ કચ્છમાં 135 ટકા, તો સૌરાષ્ટ્રમાં 109 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 69, ઉત્તર ગુજરાતમાં 66 ટકા, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાના સિઝનમાં 46 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.  106 તાલુકામાં 20થી 40, તો 93 તાલુકામાં અત્યાર સુધીમાં 10થી 20 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.


રાજ્યના 63 જળાશયો છલકાયા, 11 વોર્નિં પર                               


રાજ્યના 207 પૈકી 63 જળાશયો છલકાઇ ચૂક્યાં છે.  સૌરાષ્ટ્રના 48, કચ્છના 10, તો દક્ષિણ ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતના બે જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. 207 જળાશયોમાં હાલમાં 71 ટકાથી વધુ જળસંગ્રહ  છે. રાજ્યના 206 પૈકી 125 જળાશયો હાઈએલર્ટ પર છે. તો 11 જળાશયો વોર્નિંગ પર.. 81 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ છે. 206 જળાશયોમાં 69 ટકા જળસંગ્રહ છે.