Accident: રાજ્યમાં સોમવારની ગોઝારી શરૂઆત થઈ છે. ધંધુકા બગોદરા રોડ લોલીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું. પુલ પર પડેલી કોલસા ભરેલી ટ્રક પાછળ બસ ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત જ્યારે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેદરા તેમજ બગોદરા અને વટામણની ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા.


બ્રેક ફેઇલ થતાં બસ ખાબકી ખીણમાં


પાકિસ્તાનના કલકરહાર સોલ્ટ રેન્જ વિસ્તારમાં બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને રોડની બીજી બાજુથી આવતી કાર સાથે અથડાઈ હતી. પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો રોડ અકસ્માત થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના કલકરહાર સોલ્ટ રેન્જ વિસ્તારમાં બસ પલટી જતાં 12 લોકોના દુઃખદ મોત થયા છે. આ અકસ્માતમાં 50 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ ઈસ્લામાબાદથી લાહોર જઈ રહી હતી. અહેવાલો અનુસાર, બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને તે રોડની બીજી બાજુથી આવતી કાર સાથે અથડાઈ અને પછી ખાડામાં પડી. રાહત અને બચાવ ટીમ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી.


અમદાવાદ: હથિયારો સાથે ઝડપાયો શખ્સ, ક્રાઇમ બ્રાંચે આરોપીની કરી ધરપકડ



અમદાવાદના શાહપુરમાં એક શખ્શ હથિયાર સાથે ઝડપાયો હતો. ક્રાઇમ બ્રાંચે હથિયાર સહિત  આરોપીની  ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મહેસાણાના શખ્સે 10 વર્ષ પહેલા હથિયાર આપ્યા હતા. વલસાડના વાપી રેલવે સ્ટેશન એ મુંબઈ હાપા ટ્રેનમાં દારૂના નશામાં ત્રણ શખ્સોએ ધાંધલ ધમાલ મચાવી હતી. પોલીસે અમદાવાદના ત્રણેય નશામાં ધૂત યુવકોને વાપી સ્ટેશન ઉતારી ધરપકડ કરીને  ગુનો નોંધવામાં આવ્યો છે. વાપી ખાતે અમદાવાદ હાપા ટ્રે નું સ્ટોપેજ ન હોઈ છતાં ટ્રેન થોભાવી પોલીસ બોલાવી આ 3 યુવાનોને પોલીસને સોંપ્યા હતા.


હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવ



રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સતત ઉંચે જતાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.  મહત્તમ તાપમાન પહોંચ્યું 39 ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજકોટનું મહત્તમ તાપમાન 39.8 પર પહોચ્યું  છે. સુરેન્દ્રનગર નું મહત્તમ તાપમાન 39 ડિગ્રી તો અમરેલીનું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી છે. ભુજ નું મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી અને અમદાવાદનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી તેમજ
સુરતનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી પર પહોંચ્યું છે.