કચ્છ: ગાંધીધામ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું નું મોત થયું છે. અહીં રાહદારીને અજાણ્યા વાહને અડફેટે લેતા  મોત થયું છે. ઘટના  કંડલા રોડ ઉપર કાર્ગો પાસે બની હતી. બનાવ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સામખિયાળી પાસે સર્જાયો અક્સ્માત
કચ્છના સામખિયાળી પાસે બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના સામખિયાળી રેલવે સ્ટેશનની પાસે બની હતી.  


વલસાડ શહેરના બેચર રોડ પર અકસ્માત

વલસાડ શહેરના બેચર રોડ પર પર મહાકાય વૃક્ષ  ધરાશાયી થતાં એક પરિવાર ઘાયલ થયો હતો. પરિવાર બાઇક પર જતો હતો તે જ સમયે વૃક્ષ પડી જતાં બેથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વૃક્ષ પડતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને બાઇક સવાર ઇજાગ્રસ્ત પરિવારનું રેસક્યુ કરીને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવમાં આવ્યાં હતા.


નેશનલ હાઇવે પર ઉભી હતી ટ્રક ત્યારે જ ધડાકા સાથે અથડાઈ બાઈક, બે યુવકોના ઘટના સ્થળે જ મોત


તાપી: વ્યારાથી પસાર થતા નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. વ્યારા બાયપાસ હાઈવે પર ઊભી રહેલી ટ્રકની પાછળ બાઇક અથડાતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક પર સવાર બન્ને વ્યક્તિના મોત નીપજ્યા છે. ઘટટનાની જાણ થતા કાકરાપાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બન્ને યુવકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.


ભાવનગરમાં હિન્દુ યુવતીને ભગાડી ગયો વિધર્મી યુવક


મહુવા તાલુકા પંથકમાંથી હિન્દુ દીકરીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવક ભગાડી ગયો હતો. હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.  આ યુવતીને પરત લાવવામાં પોલીસને સફળતા મળી છે. નોંધનીય છે કે, 5-5-2023 ના રોજ મિસિંગ થયેલી હિન્દુ દીકરીને મિઝોરમ રાજ્યના આઈઝોન શહેર ખાતેથી શોધી કાઢવામાં આવી છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કાયદાના સંઘર્ષમાં આવેલ 17 વર્ષના વિધર્મીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું બહાર આવી રહ્યું છે. પોલીસની સતર્કતાના કારણે હિન્દુ દીકરીને મિઝોરમ રાજ્યમાંથી પરત લાવવામાં સફળતા મળી છે. મહુવા પોલીસે આ બાબતે બંને પક્ષે નિવેદન નોંધીને કાર્યવાહી પૂર્ણ કરી હોવાનું જણાવ્યું છે.


સુરતમાં સામુહિક આપઘાત કેસમાં પરિવારના તમામ સભ્યોના મોત


સુરત: શહેરમાં સરથાણા સામુહિક આપઘાત મામલે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારમાં વધુ એક મોત નિપજ્યું છે. ઘરના મોભી વિનુ મોરડીયાનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આમ આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારના ચારેય સભ્યોનું સમયાંતરે મોત થતા ચકચાર મચી જવા પામી છે. તમને જણાવી દઈએ કે, સવારે માતા, પુત્ર અને પુત્રીનું મોત નીપજ્યું હતું. જયારે બપોર બાદ પિતા વિનુ મોરડીયાનું પણ મોત નિરજ્યું. ચાર લોકોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. આર્થિક તંગીથી કંટાળી આ પરિવારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા વિડીયો પણ બનાવ્યો હતો.