પાટણ: રાધનપુર-કંડલા હાઈવે પર ટ્રેઇલર પલ્ટી જતા અકસ્માત સર્જાયો છે. આ ગોજારા અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે જ્યારે બે વ્યક્તિ ઘાયલ થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કંડલા તરફ જઈ રહેલા ટ્રેઇલર રાધનપુર-કંડલા હાઈવે પર નવાગામ પાસે પલટી મારી ગયું હતું. ડ્રાઈવરે સ્ટ્રેરિંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના બની હતી. ટ્રેઇલરમાં સવાર ચાર વ્યક્તિમાંથી ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય સવાર ઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્રારા સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બન્ને મૃતકોની લાશને પીએમ અર્થે વારાહી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વારાહી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


દેશમાં 24 કલાકમાં નોંધાયા 2800થી વધુ કેસ, જાણો કેટલા સંક્રમિતોના થયા મોત


Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2858 નવા કેસ નોંધાયા અને 11 લોકોના મોત થયા છે. જ્યારે 3355 સંક્રમિતો સાજા થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.59 ટકા છે.


એક્ટિવ કેસ કેટલા છે ?


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 18,096 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,201પર પહોંચ્યો છે. દેશમાં 4,25,76,815 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 191,15,90,370 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15,04,734 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.


ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો દેશના જાણીતા વાઈરોલોજિસ્ટે શું કરી ભવિષ્યવાણી


દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો પહેલાથી જ ચોથી લહેરને લઈને ભયભીત છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના પર વાઈરોલોજિસ્ટ જેકબ જાને કહ્યું કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ આ વધારો સતત નથી થયો.


ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ અઠવાડિયામાં નજીવો વધારો થયો હતો પરંતુ વધારો સાતત્યપૂર્ણ રહ્યો નથી. દિલ્હીમાં એક હજાર કેસ પ્રતિ વસ્તી માત્ર 5 લાખ જેટલા છે.