Latest Accident News: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. લીંબડી - હડાળા રોડ ઉપર એસટી બસે બાઇક ચાલકને એડફેટે લેતા અક્સ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. સુરેન્દ્રનગર હડાળા જતી એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. ખભલાવ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલી એસટી બસે બાઇકને અડફેટે લેતા ઘટના બની હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.


છોડાઉદેપુરના બોડેલીમાં જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત


છોટાઉદેપુરના બોડેલીના ઓરસંગ પુલ ઉપર અકસ્માતની ઘટના બની હતી. જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીપમાં સવાર પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બે બાળકી, બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઇજાગસ્તોને સારવાર અર્થે જબુગામ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.


વલસાડના પારડીમાં ટ્રિપલ અકસ્માત


વલસાડના પારડી તાલુકાના સુખેશમાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. ત્રિપલ સવારી કરી રહેલા યુવાનોને ટેમ્પાએ ટક્કર મારી હતી. ટેમ્પાની ટક્કર વાગતા યુવાનોનું બાઈક રીક્ષા સાથે અથડાયું હતું. એક યુવાનનું મોત, બે યુવાનો હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાઈકને અકસ્માત કરનાર ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. એટીએમમાંથી પૈસા ઉપાડવા જનાર ત્રણ યુવકોને અકસ્માત નડ્યો હતો. પારડી પોલીસે અકસ્માતને લઈ તપાસ હાથ ધરી હતી.


આણંદના ઠાસરા નેસ ગામ નજીક ટુવ્હીલર પર પ્રોવિઝન સ્ટોરનો સામાન લઈને જઈ રહેલા મોગરી ગામના આધેડને હાઈડ્રાક્રેનના ચાલકે અડફેટે લેતા મોત નિપજ્યું હતું. આ અંગે ડાકોર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.  


સુરતની હોટલના બાથરૂમની બારીમાંથી નીચે પટકાતા મોત થયું હતુ.ઘટના ના CCTV સામે આવ્યા હતા.સાડીના વેપારીનું પૂણેથી અપહરણ થયા નો ખુલાસો થયો છે જેમાં 40 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી મરવા મજબૂર કર્યો હોવાનો આરોપ છે.મૃતક વેપારીએ પત્નીને કહ્યું હતું કે આ તેનો છેલ્લો કોલ છે 7 ઓગસ્ટથી રાકેશને ડિંડોલી વિસ્તારમાં મધુરમ આર્કેડના ચોથા માળે આવેલી હોટલ ડીલાઈટ ઈનના રૂમ નંબર 104માં ગોંધી રાખવામાં આવ્યો હતો. સુશીલ જોશી, હરીશ, ગૌતમ અને જયેશ આ ચાર લોકોએ રાકેશને પુણેથી અપહરણ કરી લાવ્યા હતા હોટલમાં ગોંધી રાખી લીધેલા 40 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી. આ રૂપિયાની માગણીથી કંટાળીને રાકેશે 8 ઓગસ્ટના રોજ 5 વાગ્યા આસપાસ હોટલના રૂમના બાથરૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઈ હતી. ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.