Mega Demolition: ગુજરાતના યાત્રાધામ દ્વારકામાં થોડાક દિવસો પહેલા બૂલડૉઝર કાર્યવાહી કરવામાં આવી અને લગભગ 76થી પણ વધુ ઇમારતોને તોડી પાડવામાં આવી હતી, દબાણવાળી મોટા ભાગના જગ્યાને ડિમૉલિશન કરીને ખુલ્લી કરવામાં આવી હતી. હવે આ મામલે એઆઇએમઆઇએના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વિરોધ વ્યક્ત કર્યો છે. તેલંગાણાના નેતા અને હૈદારાબાદ સાંસદે બૂલડૉઝર કાર્યવાહીને સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન ગણાવ્યુ છે. હાલમાં ઓવૈસીની પૉસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે.
આ મામલે હવે ઓવૈસીની પૉસ્ટ સામે આવી છે. તેમાં લખ્યુ છે કે, ગુજરાતના દ્વારકામાં બૂલડૉઝર ચલાવવા અંગે #AsaduddinOwaisi એ કહ્યું, "સરકારે સુપ્રીમ કોર્ટના આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે. તોડી પાડવામાં આવેલા કબ્રસ્તાન અને દરગાહને સરકારી રેકોર્ડમાં માન્યતા આપવામાં આવી હતી. સરકારે ક્યારેય તેમની માન્યતાને પડકારી નથી અને તાજેતરનું તોડી પાડવાનું કાર્ય કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વિના કરવામાં આવ્યું હતું. આ અત્યંત નિંદનીય છે. તોડફોડની આ ઘટનાઓ એ પણ સાબિત કરે છે કે સરકાર વકફ બિલમાં સુધારો કરવા અને વકફ સામેના રક્ષણને નબળું પાડવા માંગે છે.
દ્વારકામાં 'દાદાનું બૂલડૉઝર' કાર્યવાહીમાં યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડિમૉલિશનની કામગીરીમાં કરાઇ જેમાં ગેરકાયદે 76 જેટલા મકાનોને તોડી પડાયા હતા. અંદાજિત 6 કરોડથી પણ વધુની જમીનને ખુલ્લી કરાવાઇ હતી. મેગા ડિમૉલિશનની કામગીરી શરૂઆત સાથે જ બેટ દ્વારકામાં આજે 24 કલાકમાં 6 કરોડ 53 લાખની કિંમત જમીનને ખુલ્લી કરવાઇ હતી, એટલે કે તંત્ર દ્વારા અંદાજિત 76 જેટલા સ્ટ્રક્ચરોને બૂલડૉઝરથી ધ્વસ્ત કરાયા હતા. અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણને હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કર્યુ હતુ.
આ પહેલા અમદાવાદમાં ગેરકાયદે મસ્જિદ તોડી પડાઇ હતી -
આ પહેલા અગાઉ અમદાવાદમાં ફરી એકવાર બૂલડૉઝર એક્શન શરૂ કરવામાં આવી હતી. એએમસી વિભાગ દ્વારા દબાણ હટાવો કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જે અંતર્ગત આજે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક મસ્જિદના ઉપરના માળનું બાંધકામ તોડી પડાયું હતુ. બાપુનગર ચાર રસ્તા પાસે આવેલી મદીના મસ્જિદના ઉપરના માળ પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતુ, જેના પર એક્શન લેતા આજે આ ગેરકાદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતુ. દબાણની કાર્યવાહી એએમસી -કોર્પોરેશનના પૂર્વ વિભાગના એસ્ટેટ વિભાગે હાથ ધરી હતી. ડિમૉલેશનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, 3 એસીપી અને 5 પોલીસ સ્ટેશનના PI સહિતનો પોલીસ કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો
Mega Demolition: બેટ દ્વારાકમાં ફરી વળ્યું 'દાદાનું બૂલડૉઝર', 76 ઇમારતો તોડી પડાઇ