Mega Demolition: રાજ્યમાં ફરી એકવાર 'દાદાનું બૂલડૉઝર' કાર્યવાહી શરૂ કરાઇ છે. કચ્છ ઉપરાંત આજે હવે યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડિમૉલિશનની કામગીરીમાં ગેરકાયદે 76 જેટલા મકાનોને તોડી પડાયા છે. આજે સવારથી શરૂ કાયેલી કામગીરીમાં અંદાજિત 6 કરોડથી પણ વધુની જમીનને ખુલ્લી કરાવાઇ છે. અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણને હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કર્યુ હતુ.
ઉત્તરાયણ પહેલા દ્વારકામાં ફરી એકવાર 'દાદાનું બૂલડૉઝર' ફરી વળ્યુ છે, તંત્ર દ્વારા આજથી અહીં બૂલડૉઝર કાર્યવાહી શરૂ કરાતાં એકસાથે 76 જેટલા દબાણોને હટાવી દેવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે, નવા વર્ષમાં ગુજરાતમાં ફરી એકવાર દબાણ હટાવો કામગીરી યાત્રાધામ બેટ દ્વારકામાં શરૂ કરાઇ છે. મેગા ડિમૉલિશનની કામગીરી શરૂઆત સાથે જ બેટ દ્વારકામાં આજે 24 કલાકમાં 6 કરોડ 53 લાખની કિંમત જમીનને ખુલ્લી કરવાઇ છે, એટલે કે તંત્ર દ્વારા અંદાજિત 76 જેટલા સ્ટ્રક્ચરોને બૂલડૉઝરથી ધ્વસ્ત કરાયા છે.
આ પહેલા અમદાવાદમાં ગેરકાયદે મસ્જિદ તોડી પડાઇ હતી -
આ પહેલા અગાઉ અમદાવાદમાં ફરી એકવાર બૂલડૉઝર એક્શન શરૂ કરવામાં આવી હતી. એએમસી વિભાગ દ્વારા દબાણ હટાવો કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જે અંતર્ગત આજે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક મસ્જિદના ઉપરના માળનું બાંધકામ તોડી પડાયું હતુ. બાપુનગર ચાર રસ્તા પાસે આવેલી મદીના મસ્જિદના ઉપરના માળ પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતુ, જેના પર એક્શન લેતા આજે આ ગેરકાદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતુ. દબાણની કાર્યવાહી એએમસી -કોર્પોરેશનના પૂર્વ વિભાગના એસ્ટેટ વિભાગે હાથ ધરી હતી. ડિમૉલેશનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, 3 એસીપી અને 5 પોલીસ સ્ટેશનના PI સહિતનો પોલીસ કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો