જામનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે જામનગરમાં પણ છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં સામે આવતાં આજથી સોની વેપારીઓ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખશે. 25 જુનથી 30 જુન સુધી સોની વેપારીઓ દુકાન બંધ રાખશે. શહેરના સોનીબજાર, મતવાશેરી, શિતળાશેરી, ચાંદીબજાર વિસ્તારમાં આવેલી સોની વેપારીઓ દુકાન બંધ રાખશે.

કોરોના મહામારીને કારણે જામનગર સુવર્ણકાર ઔદ્યોગિક મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગીચ વિસ્તારમાં આવેલી દુકાનોમાં લોકોની ભીડ ના થાય તે માટે દુકાનો દિવસભર બંધ રાખશે. શહેરમા ધ સીડઝ & ગ્રેઈન મર્ચન્ટ એસોસિયેશન દ્વારા લોકડાઉનના અમલ બાદ શહેરના બીજા વેપારી મંડળ દ્વારા કોરોનાના સંક્રમણ રોકવાના પ્રયાસો માટે નિર્ણય લેવામાં આવ્યો છે.