ગુજરાત સરકારે જણાવ્યું છે કે, અનલોક-1નું પાલન કરાવવા માટે રાજ્યના પોલીસ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓનું હોવું જરૂરી છે અને પ્રજાના હિતમાં પણ છે. રાજ્ય સરકાર દ્વારા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તબીબી કારણો સહિતનાં અનિવાર્ય સંજોગો સિવાય રજાની માગણી નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારના ગૃહ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે કે, મેડિકલ કારણો સિવાય બિનજરૂરી રજાઓ મંજૂર નહીં કરવી. રાજ્યમાં કોવિડ 19ની અસરને નિયંત્રિત રાખવા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની જરૂરિયાતના સંજોગોમાં જ રજાઓ મંજૂર કરવા આદેશ અપાયા છે. ગૃહ વિભાગે પરિપત્ર બહાર પાડીને પોલીસ વિભાગને આદેશ આપ્યો છે.