અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરતા ખેડૂતોને 15 જૂન પછી વાવણી કરવાની સલાહ આપી છે. અંબાલાલ પટેલના મતે અંદામાન- નિકોબારમાં ચક્રવાત ઉભુ થતા કેરળમાં ચોમાસુ મોડુ આવશે. કેરળમાં 5થી 15 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થાય તેવી શક્યતા છે. અંદામાન- નિકોબારમાં જ ચોમાસાની ગતિ નબળી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેસી ગયાના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ બેસે છે. એટલે જો કેરળમાં મોડુ બેસે તો ગુજરાતમાં પણ ચોમાસુ મોડુ થઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ છે કે 15 જૂન બાદ વાવણી કરવી વધુ હિતાવહ છે. 15 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન પ્રમાણમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 8 ઓગસ્ટ બાદ વરસાદનુ જોર ઘટી શકે છે.
મીની વાવાઝોડા સાથે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેને લઈ 30 મે સુધી ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. આવતીકાલે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં માવઠું પડશે. 29 મે ના અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી છે. જ્યારે 30 મેના કચ્છ, બનાસકાંઠામાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ભરુચના જંબુસર તાલુકામાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાનું યથાવત છે. ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે ગામમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ અચાનક કમોસમી વરસાદ વરસતા લગ્ન પ્રસંગોમાં મુશ્કેલી થઈ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ છે. આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ, આણંદ, અરવલ્લી અને વડોદરામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ, આણંદ, અરવલ્લી અને વડોદરામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેને લઈ 30 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડશે. આજે વલ્લભ વિદ્યાનગર રહ્યું સૌથી ગરમ શહેર રહ્યું છે. વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી ત્રણ કલાક ભારે હોવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 28 અને 29 મેએ ગુજરાતમાં મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડશે. ભારે પવનને કારણે રાજ્યના માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.