Gujarat Rain Forecast: જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel Rain Forecast) ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય રહેવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં નવી ચક્રવાતની શક્યતા છે અને આના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડવાની શક્યતા છે.


પટેલે જણાવ્યું કે, હાલમાં જે સિસ્ટમ બંગાળના ઉપસાગરમાંથી આવી હતી તે હવે પશ્ચિમ ઘાટ તરફ વરસાદ કરતી રહેશે. જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના મોટા ભાગના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢ, અમરેલી, બંદર, દ્વારકા, કચ્છ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.


પટેલે એમ પણ જણાવ્યું કે, ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતના ભાગો જેવા કે વડોદરા, જંબુસર, ભરૂચમાં પણ ક્યાંક કામોસમી વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે.


પટેલે વધુમાં જણાવ્યું કે, તારીખ 22 ઓક્ટોબર સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં તો ક્યાંક ક્યાંક વરસાદ વરસતો રહેશે. 29 તારીખમાં વધારે શક્યતા છે. પરંતુ તારીખ 22 ઓક્ટોબર પછી પણ ક્યાંક ક્યાંક હવામાનમાં પલટો આવી શકવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દિવાળીના દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.


પટેલે આગાહી કરી છે કે, 22 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં નવી ચક્રવાત સર્જાઈ શકે છે અને આના કારણે નવેમ્બર મહિનામાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડવાની શક્યતા છે.


22 મી ઓક્ટોબરે પણ એ સિસ્ટમ મંગાળ ઉપસાગરમાં બની રહી છે. આ સિસ્ટમ લગભગ 22 મી ઓક્ટોબરે બંગાળ ઉપસાગરમાં આવશે અને ત્યાં આ મજબૂત સિસ્ટમ બનશે. ઉપરાંત લગભગ થાઈલેન્ડ બાજુથી આવતા અવશેષોના કારણે પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેશે. જેના કારણે તારીખ 22 થી 26 માં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાઈ શકે છે. લગભગ તેની ગતિ 100 થી 120 km કે તેનાથી વધારે રહી શકે છે.


પટેલે એમ પણ જણાવ્યું કે, 2025 માં હવામાનમાં મોટા ફેરફારો આવશે. આગામી વર્ષોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં ગરમી વધારે રહેશે અને ચક્રવાતોની સંખ્યામાં વધારો થશે.


આ પણ વાંચોઃ


Ahmedabad Rain: અમદાવાદમાં અચાનક વાતાવરણ પલટો: ધોધમાર વરસાદથી જળબંબાકાર, જનજીવન થયું પ્રભાવિત