Gujarat Rain Alert: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આપણા રાજ્યમાં હાલમાં ચાલી રહેલા વાતાવરણના ફેરફારોને જોતાં, આગામી કલાકોમાં વરસાદની સંભાવના વધુ છે.
કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી:
- ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, ગીર સોમનાથ અને દીવ.
- હળવા વરસાદ: મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, રાજકોટ, જામનગર અને મોટી સુરેન્દ્રનગર.
ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે રાજ્યના 33માંથી પૈકી 22 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરની સાથે પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો રાજકોટ, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
મધ્ય ગુજરાતના ચાર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના કેટલાક સ્થળો પર આજે નુકસાનીનો વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં આજે હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ચોમાસાની સિઝનમાં રાજ્યના જળાશયો કેટલા ઓવરફ્લો થયા તેની વાત કરીએ તો રાજ્યના 207 પૈકી 139 જળાશયો ઓવરફ્લો થયા છે કચ્છ-સૌરાષ્ટ્રના 106 ડેમ, તો મધ્ય ગુજરાતના 15 ડેમ છલોછલ ભરાઇ ચૂક્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના છ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે.હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર રાજ્યના 185 જળાશયો.. 90 ટકાથી વધુ ભરાયેલા 163 ડેમ હાઈએલર્ટ, જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ પર છે. તો 70થી 80 ટકા ભરાયેલા 12 ડેમ વોર્નિંગ પર છે.
આ પણ વાંચોઃ
Ahmedabad Rain: અમદાવાદમાં અચાનક વાતાવરણ પલટો: ધોધમાર વરસાદથી જળબંબાકાર, જનજીવન થયું પ્રભાવિત