નવી દિલ્હીઃ રાજસ્થાન વિધાનસભાના પ્રસ્તાવિત સત્રના થોડા દિવસો પહેલા રાજસ્થાનના રાજકારણમાં મોટી હલચલ થઈ રહી છે. બળવાખોર નેતા સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસના સૂત્રોએ આ જાણકારી આપી હતી. સૂત્રોના કહેવા મુજબ સચિન પાયલટ સાથે મુલાકાત બાદ રાહુલ અને પ્રિયંકા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા.
14 ઓગસ્ટથી રાજસ્થાનનું વિધાનસભા સત્ર શરૂ થશે. જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત બહુમત સાબિત કરવાનો પ્રયાસ કરશે. આ પહેલા કોંગ્રેસનો આંતરિક વિવાદ અટકતો જોવા મળી રહ્યો છે.
પાયલટ અને બળવાખોર ધારાસભ્યો વચ્ચે વાતચીત અને સમાધાન અંગે પૂછવામાં આવતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું, અમે પહેલા પણ કહી ચુક્યા છીએ અને આજે પણ કહીએ છીએ જો પાયલટ અને બીજા બળવાખોર ધારાસભ્યો સરકાર અસ્થિર કરવાના પ્રયાસ માટે માફી માંગી લે તો તેમને ફરીથી અપનાવવા પર વિચાર કરી શકાય છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બળવો કરવા અને પાર્ટી બેઠકમાં સામેલ નહીં થવા બદલ કોંગ્રેસ હાઇકમાન્ડે પાયલટને ઉપ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવી દીધા હતા.
શું બેઅસર સાબિત થયું લોકડાઉન ? આ રાજ્યોમાં વધ્યો સંક્રમણ દર, જાણો વિગત
મોટા સમાચારઃ સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કરી મુલાકાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2020 04:14 PM (IST)
14 ઓગસ્ટથી રાજસ્થાનનું વિધાનસભા સત્ર શરૂ થશે. જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત બહુમત સાબિત કરવાનો પ્રયાસ કરશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -