અમરેલીઃ બાબરાના જીવાપરમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવકનું યુવતીના પરિવારજનોએ નાક કાપી નાંખ્યું હોવાની ઘટના સામે આવી છે. યુવક પ્રેમિકાને રાતના સમયે મળવા માટે તેના ઘરે ગયો હતો. જોકે, આ સમયે પરિવારના સભ્યો જાગી જતાં તેમણે યુવકને રંગેહાથે ઝડપી પાડ્યો હતો.
યુવતીના પરિવારજનોમાં એક મહિલા સહિત પાંચ શખ્સોએ પ્રેમી પ્રકાશ મકવાણાને પકડીને ધારદાર છરી વડે તેનું નાક કાપી નાંખ્યું હતું. ઇજાગ્રસ્ત પ્રેમીને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. નાક કાપનાર આરોપીને પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતઃ મિત્રના લગ્નમાં આવેલા અલ્પેશ કથીરિયાની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ? જુઓ વીડિયો
જયંતિ ભાનુશાળી હત્યા મામલે ચોંકવાનારો ખુલાસો, આ વ્યક્તિએ આપી હતી 30 લાખની સોપારી
સુરતઃ પત્ની પ્રેમી સાથે ઘરમાં માણી રહી હતી એકાંત ને પતિ આવી ગયો, પછી શું થયું? જાણો