Amreli News: મોટી કુંકાવાવના સરપંચે જમીન મુદ્દે ખેડૂતને ફડાકા ઝીંકી, ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રમેશભાઈ જીવરાજભાઈ કુનડીયા (ઉ.વ.47)એ સરપંચ સંજયભાઈ વિરજીભાઈ લાખાણી, સંજયભાઈ વિઠ્ઠલભાઈ ગળથીયા તથા મયુરભાઈ સાનીયા સામે ફરિયાદ નોધાવી હતી.
કુંકાવાવ સરપંચની બબાલ અને ફોરવ્હીલ કારનો વીડિયો વાયરલ થયો છે. સરપંચ સંજયભાઇ લાખાણીએ માથાકૂટ કરી હતી. નાની કુકાવાવ જતા રસ્તામાં એક વ્યક્તિ સાથે જમીન બાબતે માથાકૂટ થયાની તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસ દ્વારા સરપંચની ગાડીનું પંચરોજ કામ કરતા વિદેશી દારૂની મળી આવી હતી. સરપંચે નશામા માથાકૂટ કર્યા હોવાની પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘટના સ્થળ અને પોલીસ સ્ટેશને આગેવાનો અને હોદ્દેદારીનો જમાવડો જામ્યો હતો.
જાણવા મળતી વિગત પ્રમાણે, ફરિયાદીએ 5 મહીના પહેલા પોતાની કુકાવાવ ખાતે હીપલીની સીમમાં આવેલી 3 વિઘા જમીન વેચવી હતી. આ જમીન જયંતીભાઇ શામજીભાઇ રાંકને લેવી હતી. જેથી ફરીએ તથા આરોપી સરપંચ સંજયભાઇ લાખાણી ત્રણેય જણા ભેગા મળી જમીન જયંતીભાઇને આપવાની વાતચીત કરી હતી. ઉપરાંતમીનના સોદામા આરોપી સરપંચ વચ્ચે હતા. જેનો દસ્તાવેજ હજુ બાકી હોય જેથી તેનુ મનદુઃખ રાખી આરોપી સરપંચે તેની ફોર વ્હીલ કાર પુરઝપડે ચલાવી તેમને ઇજા પહોચાડવાના ઇરાદે તેમની નજીક આવવા દઈ કારમાંથી નીચે ઉતરી ડાબા ગાલમાં એક લાફો મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તેમણે પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
અમરેલીના ખાંભાના મોટા સમઢીયાળા ગામે પ્રેમીએ પ્રેમિકાની ભરબજારે છરીના ઘા મારી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાને પગલે ગામમાં સોંપો પડી ગયો હતો. બનાવને પગલે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. બનાવ અંગે રાધીકાબેન રમેશભાઈ દાફડા (ઉ.વ.26)એ ભાવેશભાઈ બાવચંદભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આજથી 20 દિવસ પહેલા તેમના મોટા ભાઇ જયેશભાઇને તેની ભાભી હેતલબેન ઉપર શક જતા તેનો ફોન ચેક કર્યો હતો. જેમાં આરોપી સાથે વ્હોટએપથી વાત કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે જયેશભાઇએ તેના ભાભીને પૂછતા તમેણે આરોપી સાથે પ્રેમસબંધ હતો તેવી કબૂલાત કરી હતી. જેથી ભાઇએ ભાભીને ઠપકો આપીને આરોપી સાથે પ્રેમ સંબધ નહીં રાખવા કહ્યું હતું. જે બાદ તેના પિતા તથા કાકાએ આરોપીના ઘરે ગયા હતા, પરંતુ આરોપી સુરત રહેતો હોવાથી તેના પિતા બાવચંદભાઇને આ બાબતે ઠપકો આપ્યો હતો. જેથી આરોપીને સારૂં નહી લાગતા સુરતથી મોટા સમઢીયાળા ગામે આવ્યો હતો. મંગળવારે સાંજે તે, તેમની નાની બેન તથા તથા ભાભી હેતલબેન બ્લાઉઝ સીવડાવા જતા હોય ત્યારે આરોપીએ આવી તેમના ભાભીને છરીના ઘા માર્યા હતા. જેથી તેઓ બંને બહેનો રાડારાડ કરવા લાગતા આરોપી છરી શરીરમાં રહેવા દઈને ભાગી ગયો હતો. જે બાદ તેમના ભાભી હેતલબેનને સાવરકુંડલા સારવારમાં લઈ જતા હતા તે દરમિયાન રસ્તામાં મરણ પામ્યા હતા.