અમરેલીઃ અમરેલીના ચલાલામાં 23 વર્ષના યુવાને વિધવા યુવતીના ઈન્કાર છતાં દીવાલ ઠેકીને તેના ઘરમાં ઘૂસીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ કેસમાં 11 મહિના પછી પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, આ યુવતીનાં લગ્ન અગાઉ સાવરકુંડલાના યુવાન સાથે થયાં હતાં. બંને સુરત રહેતાં હતાં અને લગ્નજીવન દરમ્યાન તેમને પુત્રનો જન્મ થયો હતો. ત્રણેક વર્ષ પહેલાં જ અકસ્માતે પતિનું મોત થતાં યુવતી તેના પિયર ચલાલા રહેવા આવી ગઈ હતી.

આ યુવતીની ચલાલાની દાનેવ સોસાયટીના મફત પ્લોટમાં રહેતા રાહુલ મનસુખ ખેતરિયા નામના 23 વર્ષના યુવક સાથે આંખ મળી જતાં મોબાઈલ ફોન નંબરની આપલે કરી હતી. બંને રોજ મોબાઈલ પર વાતચીત કરતા હતા. રાહુલ અવાર નવાર તેની પાસે શરીર સંબંધ બાંધવાની વાત કરતો પણ વિધવા યુવતી ઈન્કાર કરી દેતી હતી.

આજથી 11 માસ પહેલાં વિધવાના માતાપિતા બહાર ગયા હતા ત્યારે યુવતીનો ભાઈ અને અન્ય પરિવારજનો બહાર હતાં. રાહુલ એ વખતે દીવાલ ટપીને ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી સાથે બળજબરી આચરીને શારીરિક સંબધ બાંધ્યા હતા. યુવતીએ ઈન્કાર કરતાં તેણે પોતે લગ્ન કરશે એવું કહ્યું હતું.

યુવતી અને પ્રેમી શારીરિક સંબંધમાં વ્યસ્ત હતાં ત્યારે પરિવારજનો આવી જતાં યુવકના ભાઈ અને બે કાકા સહિતના શખ્સોએ તેને માર મારવાની ધમકી આપી હતી. આ યુવક પછી ભાગી ગયો હતો. આ યુવકે યુવતી સાથે લગ્નની વાતને જ ભૂલાવી દેતાં આ અંગે ગઈ કાલે ચલાલા પોલીસમાં ફરિયાદ નોંધાતાં તપાસ હાથ ધરવામાં આવી હતી.