ANAND : આણંદ જિલ્લાના સોજીત્રામાં અકસ્માતની મોટી ઘટના બની છે. આ ત્રિપલ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થેળ જ કમકમાટીભર્યા મોત થયા છે. સોજીત્રાના ડાલી ગામ પાસે કિયા કાર, બાઈક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ સકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થેળ જ કમકમાટીભર્યા મોત થયા, જેમાં 3 સભ્યો એક જ પરિવારના છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોજીત્રા ખસેડવામાં આવ્યા છે. આ સાથે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
5 મૃતકોના નામ
યાસીનભાઈ મોહમદભાઈ વ્હોરા - સોજીત્રાના રહેવાસી
જાનવીબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી
વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી
જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી
યોગેશભાઈ રાજુભાઈ ઓડ - બોરીયાવી
સંદીપ ઠાકોરભાઈ ઓડ- બોરીયાવી
એસટી બસે સાત જેટલા લોકોને અડફેટે લીધા
ગોધરા વડોદરા હાઇવેના કોઠી સ્ટીલ સર્કલ પાસે એસટી બસ ચાલકે સાત જેટલા લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતની સમગ્ર ઘટના માર્ગ પાસેના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. એક જ મહિનામાં માત્ર ST બસ અક્સ્માતની ચોથી ઘટના બની છતા તંત્ર ઉદાસીન છે.
સલામત સવારી એસ ટી અમારી હવે જોખમી અને અસલામત પુરવાર થઈ રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ ગોધરા વડોદરા હાઇવે કોઠીસર્કલ પાસે એક જ મહિના માં માત્ર એસટી બસના જ ચાર જેટલા અક્સ્માત સર્જાયેલ છે. ત્યારે ફરી એકવાર રુવાડા ઉભા કરી દે તેવા એસટી બસ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
ગોધરા વડોદરા હાઇવેના કોઠી સર્કલ પાસે 7 જેટલા લોકો એસટી બસની રાહ જોઈ રોડની સાઈડમાં ઉભા હતા. દરમિયાન બાયડથી પાવાગઢ તરફ જઈ રહીને એસટી બસ ત્યાંથી પસાર થઈ રહી હતી. આ બસમાં મુસાફરી કરવા માટે રસ્તા ઉપર ઉભા રહેલ લોકોએ હાથ ઉચો કરી એસ.ટી.બસને થોભાવા માટે પ્રયાસ કર્યો હતો.
દરમિયાન પુર ઝડપે આવી રહેલ એસટી બસ ચાલકે બસ થોભાવવા માટે બ્રેક લગાવી હતી. આ દરમિયાન અચાનક એસટી બસ બંધ પડી જતા એસ ટી બસનુ સ્ટરિંગ લોક થઈ જવા પામ્યું હતું જેના કારણે એસટી બસના ચાલક કે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં ઊભા રહેલ બે બાળકો સહીત સાત લોકો એસ ટી બસની અડફેટે આવી ગયાં હતાં.
આ પણ વાંચો :
AHMEDABAD : સ્કૂલે વાલીઓને કહ્યું, ચડ્ડા અને નાઈટડ્રેસ પહેરીને નહીં, યોગ્ય કપડાં પહેરીને બાળકોને મુકવા આવો
Crime News : પોતાની પુત્રીની ઉંમરની સહકર્મીની 20 વર્ષની પુત્રી સાથે CISF જવાને શારીરિક અડપલાં કર્યા, ફરિયાદ બાદ અટકાયત