Anand Crime News: ગુજરાતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં એક યુવતીને યુવકે ફોસલાવીને દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી અને આરોપીને ઝડપી પાડ્યા છે. 


આણંદના ઉમરેઠમાં દુષ્કર્મની ઘટનાથી પોલીસ તંત્ર એક્શનમાં આવ્યુ છે. માહિતી પ્રમાણે, જિલ્લાના ઉમરેઠમાં 21 વર્ષીય યુવક જેનુ નામ પાર્થ રાજુભાઇ રાવળ છે, જેની પોલીસ દુષ્કર્મ કેસમાં ધરપકડ કરી લીધી છે. ઘટનાની વિગતો એવી છે કે, 21 વર્ષીય આરોપી પાર્થ રાવળે તકનો લાભ ઉઠાવીને બાજુમાં રહેતી 18 વર્ષીય યુવતીને દુષ્કર્મનો શિકાર બનાવી છે. તારી મમ્મી બોલાવે છે કહીને આરોપી યુવતીને ઘરમાં લઇ ગયો હતો અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે, બાદમાં સમગ્ર ઘટનાનો પર્દાફાસ થતાં ઉમરેઠ પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી. 


નોકરિયાત દંપતિ માટે લાલબતી સમાન કિસ્સો, 4 વર્ષની માસૂમ શેરીમાં રમતી હતી અને.....


સુરતના પલસાણા તાલુકમાં વધુ એક દુષ્કર્મની ઘટનાએ લોકોની સંવેદનને ઝંઝોળી દીધી છે. અહીં માતા પિતા નોકરિયાત હોવાથી નોકરી માટે ગયા હતા, માતા પિતા દાદા-દાદી પાસે 4 વર્ષની દીકરીને છોડીને ગયા હતા. દરમિયાન દીકરી  શેરીમાં રમતી હતી આ સમયે નરાધમે બાળકીને ઉપાડી ગયો અને દુષ્કર્મ આચર્યું છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો સુરતના પલસાણા તાલુકાના ગામે દુષ્કર્મની ઘટનાએ દીકરીઓના માતા પિતાની ચિંતા વધારી છે. અહીં 4 વર્ષની બાળકીના માતા પિતા નોકરી કરતા હોવાથી નોકરી માટે ગયા હતા અને દાદા દાદી ઘરે હોવાથી દીકરીને દીકરીને ઘરે છોડીને ગયા હતા. જો કે દીકરી ઘરની નજીક શેરીમાં રમવા માટે નીકળી હતી આ સમયે નરાધમ તેમને અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી શેરીમાં રમતી હોવાના અને નરાધમ લઇ જતો હોવાની દ્રશ્યો સીસીટીવી કેમેરીમાં કેદ થયા છે, બાળકી ઘટના બાદ રડતી રડતી ઘરે આવી હતી અને તેમના ગુપ્તાંગમાંથી બ્લિડિંગ થતું હતું બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. સમગ્ર ઘટનાને લઇને ફરિયાદ નોંધાઇ છે. કડોદરા પોલીસ ,એલ સી બી , એસ ઓજી ,સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે  પહોચ્યો હતો. પોલીસે એક શકમંદની  અટકાયત કરી હોવાની માહિતી મળી છે. સુરત કડોદરા પોલીસ, LCB, SOG સહિતની એજન્સીએ તપાસમાં ઝંપલાવ્યું છે.


આ પણ વાંચો


પોલીસ જ ચોર નીકળી, અમદાવાદમાં પોલીસકર્મીએ લાખોના લોખંડના સળીયા ચોરીને વેચી માર્યા, આ રીતે ખુલ્યો ભેદ