Anand News: ગુજરાતના આણંદ જિલ્લામાંથી ગઇકાલે વધુ એક કોમી છમકલાની ઘટના સામે આવી છે, અહીં જિલ્લાના ધુળેટા ગામમાં હિન્દુ અને મુસ્લિમ યુવાનો વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી, ગામના મંદિર પાસે સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો અને બાદમાં મુસ્લિમ સમાજના યુવાનોએ રોહિત સમાજના ચાર હિન્દુ યુવાનોને ઢોર માર માર્યો હતો. જોકે, અત્યારે પોલીસે દ્વારા આખા મામલાને શાંત પાડવામાં આવ્યો છે, અને ધુળેટા ગામમાં શાંતિનો માહોલ છે.
મળતી માહિતી પ્રમાણે, આણંદ જિલ્લાના ઉમરેઠ પાસેના ધુળેટા ગામે અચાનક કોમી છમકલું થયાની ઘટના ઘટી છે. ધુળેટાના રોહિત વાસના યુવાનો અને મુસ્લિમ યુવાનો વચ્ચે ધીંગાણું સર્જાયુ હતુ. ધુળેટા ગામના રામજી મંદિર પાસે પ થી ૬ રોહિત સમાજના યુવાનો બેઠાં-બેઠાં રમત રમી રહ્યાં હતા, આ દરમિયાન અચાનક મુસ્લિમ સમાજના યુવાનો ત્યાં આવી ગયા અને બોલાચાલી બાદ મુસ્લિમ સમાજના યુવાનોએ છુટ્ટા હાથની મારામારી કરવાનું શરૂ કરી દીધુ હતુ. મુસ્લિમ સમાજના યુવાનોએ રોહિત સમાજના યુવાનોને પહેલા કહ્યું કે, અહીં કેમ બેઠા છો જાવ નહીં તો ગામ છોડાવી દઇશું. આ પછી એકાએક બબાલ વધી ગઇ હતી. આ મામલે એક જૂથના યુવાનોએ પથ્થરમારો કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ધુળેટાની આ બબાલમાં રોહિત વાસના ચાર યુવાનોને ઢોર માર મારીને તેમના કપડાં પણ ફાડી નાંખ્યા હતા. જોકે, આ મામલે ધુળેટાના રોહિત વાસના યુવાનો અને મહિલાઓ ઉમરેઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ઉમરેઠ પોલીસે ધુળેટામાં ઘટના સ્થળે પહોંચી પેટ્રૉલિંગ કર્યુ ત્યારે મામલો શાંત પડ્યો હતો. ઉમરેઠ પોલીસે રોહિત વાસના યુવાનોની ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી દીધી છે, હાલ ધુળેટા ગામમાં શાંતિનો માહોલ છે.
મંજૂસર પથ્થરમારામાં 48 તોફાનીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ
વડોદારમાં અસામાજિક તત્વો દ્વારા દબંગાઇ બાદ તોફાનો કરવાના મામલે પોલીસે હવે મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી, બાદમાં પથ્થરમારાની ઘટનાથી વાતાવરણમાં તંગદીલી ફેલાઇ ગઇ હતી. હવે આ મામલે પોલીસે કાર્યવાહી કરતાં 48 તોફાનીઓ સામે ફરિયાદ દાખલ કરી છે. મળતી માહિતી પ્રમાણે, વડોદરાના મંજુસર ગામમાં ગુરુવારે શ્રીજી વિસર્જન યાત્રામાં પથ્થરમારો કરનાર 48 જેટલા તોફાનીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જેમાં 48 પૈકી 18 આરોપોની નામજોગ ફરિયાદ દાખલ થઇ છે. આમાં એક આરોપી અબ્બાસ વાઘેલાની ધરપકડ શુક્રવાર રાતે જ પોલીસે કરી લીધી હતી, અને આગળની પુછપછ કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસે 17 આરોપીઓને પોલીસ મથકે હાજર થવા તેમના ઘરે નૉટિસો ફટકારી છે. ખાસ વાત છે કે, તોફાન થયા બાદ 17 આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અહીં તેમના નામ જુઓ....
17 આરોપીઓના નામો :-
1) વસીમ જય વાઘેલા
2) જસ નારસિંગભાઈ વાઘેલા
3) રણજીત લક્ષ્મણ
4) યાસીન વાઘેલા
5) મહંમદ વાઘેલા
6) લાલ રાયસીંગ વાઘેલા
7) સચિન વાઘેલા
8) સાહિલ વાઘેલા
9) કિરણ રિક્ષાવાળા
10) સાગર વાઘેલા
11) સહજાન વાઘેલા
12) નાસીર ચંદુ ડીલક્ષ
13) તોસીફ વાઘેલા
14) ફરીદ વાઘેલા
15) વિક્રમ ચીમનભાઈ વાઘેલા
16) નજીર અબ્બાસ વાઘેલા
17) જીગર અબ્બાસ વાઘેલા
વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનાથી વાતાવરણમાં તંગદીલી ફેલાઇ ગઇ. વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતોય મંજૂસર અને સાવલી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ મંજુસર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઘટનાના પગલે કેતન ઇમાનદારે કહ્યું કે, શાંતિ ડહોળનાર કોઈ તત્વોને છોડવામાં નહી આવે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. ઈરાદાપૂર્વક પર પથ્થરમારો કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે.જવાબદારો સામે દાખલો બેસાડવાની કાર્યવાહી કરાશે. તો બીજી તરફ ખંભાતમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. ગણપતિની પ્રતિમાને વીજ વાયર અડી જતા 5 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોની હાલત ગંભીર છે. ખંભાતની નવરત્ન સિનેમા પાસે આ ઘટના બની છે. હાલમાં ત્રણેય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. આણંદના ખંભાતમાં ગણપતિ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. લાડવાડા વિસ્તારના ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઇ જતા હતા ત્યારે વીજ કરંટ લાગ્યો હતો.