BANASKANTHA : બનાસકાંઠામાં સરકારી પરીક્ષાઓમાં લાખો રૂપિયા લઈ પાસ કરાવનારા બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.આવતીકાલે યોજાનારી PSIની પરીક્ષાને લઈને પોલીસ આરોપીઓ પર નજર રાખીને બેઠી હતી અને આરોપીઓ એક્ટિવ થતા તેની ધરપકડ કરી લેવામાં આવી. આરોપીઓએ એક વર્ષ અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરાવી 5 લાખની છેતરપીંડી આચરી હતી.આરોપીઓ બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે..જો કે પોલીસે ખાતરી આપી છે કે, આરોપીઓ તાજેતરમાં કે ભવિષ્યમાં આવનારી પરીક્ષા સાથે નથી સંડોવાયેલા.
એક વર્ષ અગાઉ દાખલ થઇ હતી ફરિયાદ
એક વર્ષ અગાઉ સરકારની બિન સચિવાલયની પરીક્ષામાં પાસ કરવાના નામે અને ખોટા કોલ લેટરો બનાવી અને નોકરી આપવાના નામે એક આખી ટોળકી સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી છેતરપિંડીની ગુનો નોંધાયો હતો. પરીક્ષામાં પાસ કરી આપવાના અને નોકરીના ખોટા કોલલેટર આપવાને બહાને પાંચ લાખની ઠગાઈ કરી હતી જોકે તાજેતરમાં આવી રહેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ આખી ઠગ ટોળકી સક્રિય થઇ હોવાની પોલીસના ધ્યાને આવ્યું હતું.
ચારમાંથી બે આરોપીઓની ધરપકડ
જો કે પોલીસની આરોપીઓ પર નજર હતી અને સરકારની સૂચનાને લઈને આવા આરોપીઓ પર પોલીસની નજર હતી જોકે ગઈ કાલે રાત્રે પશ્ચિમ પોલીસે છેતરપિંડી આચરનારા આવા અને એક વર્ષ અગાઉના ગુનામાં સંડોવાયેલા બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા હતા કુલ ચાર ઈસમો આવા ગુનાઓમાં સંડોવાયેલા છે ચાર ઈસમો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ છે અને આ ફરિયાદને લઈને પોલીસે ગત રાત્રે બે આરોપીની ધરપકડ કરી હતી જોકે આવનાર પરીક્ષા લઈને પણ પોલીસ સક્રિય છે અને આવા તત્વો પર નજર રાખી રહી છે.
પરીક્ષામાં ગેરરીતિ અંગે યુવરાજસિંહનું નિવેદન
બનાસકાંઠામાં પીએસઆઈની પરીક્ષામાં ગેરરીતિ નોંધાઈ હોવાની ફરિયાદ મુદ્દે યુવરાજસિંહનું નિવેદન આપ્યું હતું કે, પીએસઆઈની પરીક્ષા પહેલા લેભાગુ તત્વો એક્ટિવ થયા છે.બનાસકાંઠા પોલીસે ભરત ચૌધરી નામના ઇસમની ધરપકડ કરી છે..આરોપીએ જેટલા પ્રશ્નોના જવાબ આવડે તેટલા લખવા માટે કહ્યું, બાકીના પ્રશ્નો ખાલી રાખી દેવા કહ્યું હતું..હાઈકોર્ટના પ્યૂનના પેપરમાં ભરત ચૌધરીએ પૈસા ઉઘરાવ્યા હતા.તેણે 22 લાખનું ઉઘરાણું કર્યું હતું..જેમાંથી 10 લાખ રૂપિયા એડવાંસમાં લીધા હતા..તપાસમાં સામે આવ્યું છે કે, 8થી 9 વિદ્યાર્થીઓ પાસે પૈસા લેવામાં આવ્યા છે.