Arvalli News: અરવલ્લી જિલ્લામાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જિલ્લાના એક ગામમાંથી ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પિતાના મિત્રએ બાળકી સાથે દુષ્કર્મ કર્યુ અને બાદમાં તેને મોતને ઘાટ ઉતારી દીધી છે, આ ઘટના બાદ ગ્રામજનોએ આરોપી જ્યંતિભાઈ અરખાભાઈ પરમાર નામના શખ્સને પકડીને માર માર્યો અને પોલીસને હવાલે કરી દીધો હતો. 




મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લામાંથી સામે આવેલા રેપ વિથ મર્ડર કેસથી પોલીસ તંત્રમાં દોડાદોડી થઇ છે. જિલ્લાના એક ગામમાં ચાર વર્ષની બાળકીને એક નરાધમ યુવકે પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. ઘટના એવી છે કે, ધનસુરા તાલુકાના એક ગામમાં એક નરાધમે પોતાની મિત્રની ચાર વર્ષની બાળકી પર નજર બગાડી હતી, જ્યારે તેને મોકો મળ્યો તો તેને બાળકીને પોતાના ઘરમાં લઇ ગયો હતો,  નરાધમની હેવાનિયત એટલી હદે દેખાઇ કે તેને ઘરમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ, તેને બચકાં ભર્યા અને બાદમાં ઘરમાં જ તેની હત્યા કરી નાંખી હતી. આરોપીનું નામ જ્યંતિભાઈ અરખાભાઈ પરમાર હોવાનું ખુલ્યુ છે. જોકે, આ ઘટનાની જાણ ગ્રામજનોને થઇ જતાં ગ્રામજનોએ આરોપી જ્યંતિભાઈ અરખાભાઈ પરમારને બરાબરનો ફટકાર્યો હતો, બાદમાં આરોપી જ્યંતિભાઈ અરખાભાઈ પરમારને પોલીસને હવાલે કરી દીધો હતો. હાલમાં અરવલ્લી જિલ્લાનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ધનસુરામાં જમા થયો છે. આ ઘટનાને પગલે આરોપી પ્રત્યે લોકોમાં આક્રોશ દેખાઇ રહ્યો છે. 


નરાધમે લગ્નની લાલચે યુવતીને બનાવી હવસનો શિકાર, મેટ્રિમોનિયમ સાઇટથી આવ્યા હતા સંપર્કમાં


સુરતમાં એક યુવતીને લગ્નની લાલચે હવસનો શિકાર બનાવવા મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ગોપીપુરાની યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે 34 વર્ષીય અમિત મહેતાએ તેને લગ્નની લાલચ આપીને હવસનો શિકાર બનાવી હતી. પીડિતાએ કહ્યું કે તે અને અમિત એક મેટ્રિમોનિયલ સાઈટના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. અમિત મહેતા હરિયાણાનો રહેવાસી છે. અમિતે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને અમિતે ગાંધીનગરમાં નોકરી અને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. જોકે થોડા સમય બાદ આરોપી અમિત અચાનક ગુમ થઇ ગયો હતો. ફરિયાદમાં યુવતીએ કહ્યું કે તેને યુવકને શોધવા માટે હરિયાણા ગઇ હતી જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે અમિત પહેલેથી પરિણીત છે. હાલમાં આ કેસમાં પોલીસે અમિત મહેતા નામના શખ્સ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો.


થોડા દિવસ અગાઉ અમદાવાદમાં પણ દુષ્કર્મ અને લગ્નનો કિસ્સો બન્યો હતો અને આ મામલે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. માહિતી છે કે, એક યુવકે ખુદને હિન્દુ પંડિતની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. હિન્દુ સગીરાને આ કિસ્સામાં સૌથી પહેલા પોતાની બહેણપણીના ભાઇએ મિત્રતા કેળવી હતી, બાદમાં તેને ખુદને હિન્દુ પંડિત ગણાવ્યો અને હિન્દુ સગીરાને લલચાવી ફોસલાવીને પોતાની જાળમાં ફસાવી હતી. યુવકે હિન્દી સગીરા સાથે અનેકવાર શરીર સંબંધો બંધ્યા અને દુષ્કર્મ આચર્યુ હતુ. ખાસ વાત છે કે, યુવક અને હિન્દુ સગીરાએ ગયા સપ્ટેમ્બર 2023ના મહિનામાં કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા. જોકે, આ સમગ્ર ઘટનાનો ભંડાફોડ ત્યારે થયો જ્યારે હિન્દુ સગીરાએ યુવકનું આધાર કાર્ડ જોયુ હતુ. હાલમાં આ સમગ્ર મામલે વાસવા પોલીસે યુવક વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. 


પાલીતાણાની વાળુકડ લોક વિદ્યાલય સંસ્થાનાં ગૃહપતિની કાળી કરતુત બહાર આવી છે. શિક્ષણ જગતને લાક્ષન લગાડનાર સંસ્થાના ગૃહપતિ દ્વારા એક અનાથ દીકરી સાથે દુષ્કર્મ ગુજારીને ગર્ભ રાખી દેવામાં આવ્યો છે. જે બાદ નરાધમ ગૃહપતિ અને વિનુ મિસ્ત્રી નામના શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યા છે. સરસ્વતીના ધામમાં શિક્ષણ મેળવવા માટે આવતી વિદ્યાર્થિની સાથે આ ઢગો રાઘવજી ધામેલીયા પોતાની ઓફિસમાં બોલાવીને દુષ્કર્મ ગુજારતો હતો. જેનો ભાંડો ફૂટતા વાળુકડ સંસ્થાને પણ કલંકિત કરી છે.