Gir Somnath: ગીર સોમનાથની અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર શનિવારે સાંજે ACBની રેડના અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા છે. ACB ત્રાટકતાં પોલીસ મુઠ્ઠીવાળીને ભાગી છૂટી હતી. ACB  એક વહીવટદારને દબોચ્યો હતો. રેડનો ખ્યાલ આવી જતા જ ફરજ પરના પોલીસમેન, જીઆરડી સ્ટાફ સહિતના ત્યાંથી નાસી છૂટ્યા હતા. તમામે પોતાના મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દીધા હતા.

લાંબા સમય બાદ એસીબીએ રનીંગ ટ્રેપ કરી. રનીંગ ટ્રેપ શબ્દ લોકો માટે નવો છે. પણ પોલીસ અને એન્ટી કરપ્શન બ્યુરો માટે નવો નથી. આ ટ્રેપમાં કોઈ નામ જોગ ફરીયાદી નથી હોતી. લાંબા સમયથી મૌખિક રીતે અથવા નનામી અરજીઓ મારફત ક્યાંય લાંચ લેવાતી હોવાની બાતમી મળતી હોય ત્યારે નીચેના અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે જાતે રેડ પાડવા અંગે પત્ર વ્યવહાર કરે છે. જેમાં મંજૂરી મળ્યા બાદ એસીબીની ટીમ ત્રાટકતી હોય છે. નોંધનીય છે કે સમશેરસીંગ એસીબીના વડા બન્યા બાદ આ પ્રથમ રનીંગ ટ્રેપ છે

ગીર સોમનાથ એસીબી કચેરીનો સ્ટાફ શનિવારે સાંજે 7 વાગ્યે ૩ ખાનગી કારમાં ઊનાની અહેમદપુર માંડવી પોલીસ ચેકપોસ્ટ પર ત્રાટક્યો હતો અને પોલીસ વતી લાંચ લેતા વહીવટદારને દબોચી લીધો હતો. એસીબી રેડનો ખ્યાલ આવી જતાં જ ફરજ પરના પોલીસમેન, જીઆરડી સ્ટાફ સહિતના મુઠ્ઠીઓ વાળી નાસી છૂટ્યા હતા. તેઓએ પોતાના મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દીધા હતા. રેડને પગલે ઊના પોલીસ મથકના તાબા હેઠળ આવતી અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પર અફડા તફડી મચી ગઇ હતી. ખાસ કરીને 31 ડિસેમ્બર હોઈ ગુજરાત આખાના 'પ્યાસીઓ દીવ આવતા હોય છે અને ત્યાં દારૂની પાર્ટી કરી બીજા દિવસે પાછા ફરે છે. એમાંના ઘણાખરા પોતાની સાથે દારૂની બોટલો લઈ પણ જાય છે. તો ઘણા

લોકો ગુજરાતમાં દારૂની પાર્ટી કરવા દીવથી દારૂ લાવવા પણ જતા સો હોય છે. એ રીતે આજની રાત્રે અહીં બેફામપણે પોલીસ દ્વારા જ ઉઘરાણા થવાની બાતમીના છે. જેના આધારે એસીબી ત્રાટકી હોઈ શકે એવી ચર્ચાએ પણ જોર પકડયું છે.


વડોદરામાં 24 કલાકમાં બે યુવાનોના હાર્ટ એટેકથી મોત, ક્રિકેટ રમતા રમતા યુવક ઢળી પડ્યો


હવે પીએમ કિસાનના 16મા હપ્તાની રાહ! જાણો ક્યારે આવશે તમારા એકાઉન્ટમાં પૈસા? સામે આવ્યું આ અપડેટ