Kutchi New Year:અષાઢી બીજની જે રીતે જગન્નાથજીના ભક્તો રાહ જુઓ છે તેવી જ રીતે કચ્છી માંડુઓ પણ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. કારણ કે આજે કચ્છી માંડુઓનો જન્મદિવસ પણ છે. દેશ વિદેશમાં વસતા અને કચ્છા રહેતા અને કચ્છીની બહાર રાજ્યના કોઇપણ જિલ્લામાં રહેતા કચ્છી માંડુઓ આ દિવસની નૂતન વર્ષ તરીકે ઉજવણી કરે છે અને એકબીજાને નવા વર્ષની સુખાકારી માટે શુભકામના પાઠવી છે. Pm મોદીએ કચ્છી માંડુને ક્ચ્છ યાત્રાની શુભ કામના પાઠવી છે.
Cm ભૂપેન્દ્ર પટેલે પણ પાઠવી નૂતન વર્ષની શુભકામના
મુખ્યમંત્રી ભૂમેન્દ્ર પટેલે પણ કચ્છી માંડુઓને ટ્વીટ કરીને નૂતન વર્ષની શુભકામના પાઠવી છે. ટ્વીટ દ્રારા નવુ વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિભર્યુ વિતે તેવી શુભકામના વ્યક્ત કરી છે.
કચ્છ એટલે કે મરુ, મેરું અને મેરામણનો પ્રદેશ, કચ્છી નૂતન વર્ષનો ઇતિહાસ રજવાળા સમય સાથે જોડાયેલો છે. 1605માં કચ્છના પ્રથમ મહારાવે તેની સ્થાપના કરી હતી. કચ્છના રાજા જામ લાખો ફૂલાણી રાજ્યની સીમા નક્કી કરવા અને છેડો શોધવા માટે નીકળ્યા હતા, પરંતુ તેમને સફળતા મળી નહીં. એ સમયે અષાઢ મહિનો શરૂ થયો હતો અને વરસાદ પણ વધુ પડવાથી ચારેકોર હરિયાળી ફેલાયેલી હતી. જે જોઇને રાજા પ્રસન્ન થયા અને અષાઢી બીજના દિવસને કચ્છનું નવું વર્ષ તરીકે ઉજવવાનું ફરમાન કર્યું હતું. ત્યારથી કચ્છમાં આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે.