સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કર્યા હતા. તેમણે લખ્યું, શ્રી રામ જન્મભૂમિ પર સર્વસંમતિથી આવેલા માનનીય સર્વોચ્ચ અદાલતના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ, સમ્માન કરીએ છીએ. હું આ માટે સર્વોચ્ચ અદાલતના તમામ ન્યાયમૂર્તિનો આભાર માનું છું. આ નિર્ણય ભારતી એકતા અને અખંડતાને વધુ બળ આપશે.
અન્ય ટ્વિટમાં રૂપાણીએ લખ્યું, શ્રી રામ જન્મભૂમિ પર સર્વસંમતિથી આવેલા સર્વોચ્ચ અદાલતના ફેસંલા પર ગુજરાતના તમામ સમુદાયો અને ધર્મના લોકોને આ નિર્ણયનો સહજતાની સ્વીકાર કરવાની તથા શાંતિ અને સદભાવના બનાવી રાખવાની અપીલ કરું છું. આગામી દિવસોમાં ભારત “એક ભારત-શ્રેષ્ઠ ભારત” બને એવો આપણે સંકલ્પ કરીએ.
અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ટ્વિટ કરીને લખ્યું, શ્રી રામ જન્મભૂમિ પર સર્વ સંમતિથી આવેલ સર્વોચ્ચ ન્યાયાલયના ઐતિહાસિક નિર્ણયનું હું સ્વાગત કરું છું. આ નિર્ણય થી ભારતની અખંડતાને નવી દિશા મળશે. દેશના તમામ સંપ્રદાયના લોકોએ પણ આ નિર્ણય શાંતિપૂર્ણ રીતે સ્વીકાર્યો છે ત્યારે સર્વ ને ખૂબ ખૂબ અભિનંદન.
સુપ્રીમ કોર્ટના ફેંસલાને ઉમા ભારતીએ ગણાવ્યો દિવ્ય, અશોક સિંઘલ અને લાલકૃષ્ણ અડવાણી માટે કહી આ વાત