વડનગરઃ બનાસકાંઠામાં એક સગીરાને ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી ગઈ છે. સગીરા પ્રેમી સાથે ફરવા જતી હતી અને આ સમયે તેની સાથે અનેક વાર શરીરસુખ પણ માણ્યું હતું. જોકે, આ શરીરસંબંધથી સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. આથી તેણે પ્રેમીને લગ્ન માટે દબાણ કર્યું હતું. જોકે, પ્રેમીએ પોતે પરણીત હોવાનો અને પોતાને સંતાન પણ હોવાનો ધડાકો કરતાં સગીરાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પ્રેમીએ દગ્ગો દેતા સગીરા ભાંગી ગઈ હતી અને તેણે મહિલા હેલ્પ લાઇનની મદદ માંગી હતી. મહિલા હેલ્પ લાઇનની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરી તેને કાયદાની સમજ આપી હતી. તેમજ તેને સુરક્ષિત રીતે પાલનપુર ખસેડી હતી. 


આ અંગેની વિગતો એવી છે કે, વડનગરની સગીરાને ઇન્સ્ટાગ્રામ પર પાલનપુરના એક યુવક સાથે પરિચય થયો હતો. આ પરિચય આગળ વધતાં બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ પછી તો બંને વચ્ચે મુલાકાતો થવા લાગી હતી અને બંને સાથે ફરવા પણ જતાં હતા. આ દરમિયાન યુવકે સગીરા સાથે અનેકવાર શરીરસુખ પણ માણ્યું હતું. 


આ સંબંધથી સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. સગીરા ગર્ભવતી થતાં તેણે પ્રેમીને લગ્ન માટે દબાણ કરતાં તે પરણીત હોવાનો ધડાકો થયો હતો. પ્રેમમાં દગ્ગો મળતા સગીરાએ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરતાં તેનું કાઉન્સેલિંગ કરાયું હતું. સગીરા ગર્ભવતી હોવાની જાણ થતાં પરિવારે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. તો સગીરા પ્રેમી સાથે રહેવાની જીદ કરી રહી છે. જોકે, સગીરાની વય ઓછી હોવાથી તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.


સુરત : હજીરા વિસ્તારમાં બનેલી બાળકી પર દુષ્કર્મ હત્યા મામલે સુરત કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે. હવે કોર્ટ આરોપી સુજીત સાકેતને આગામી 29મી ડિસેમ્બરે સજાનું એલાન કરશે. આ કેસમાં બચાવ અને સરકારી પક્ષના વકીલની દલીલ પૂર્ણ થઈ ગઈ છે.


સરકારી વકીલે વિવિધ સજાના દ્રષ્ટાંત રજૂ કર્યા. આરોપી સુજીતે અશ્લીલ ફિલ્મ જોઈ. એનિમલ અશ્લી ફિલ્મ જોતો હતો. આરોપીએ અશ્લીલ ફિલ્મ જોઈ દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપી અન્ય માસૂમ સાથે પણ દુષ્કર્મની કોશિશ કરી. આરોપીએ માસૂમને ઇંટ મારી હત્યા કરી. માસૂમની ડેડબોડી ઘસડી લઈ જઈ રૂમમાં સંતાડી. સરકારી વકીલે દલીલમાં જણાવ્યું દુષ્કર્મનો ભોગ બનનાર માસૂમના દાદા આર્મીમેન છે. આર્મીમેન દેશની સેવા કરે છે. ત્યાં આરોપીએ આર્મીમેનની પૌત્રીની રક્ષા ન કરી દુષ્કર્મ આચર્યું.

સરકારી વકીલે ફાંસીની માંગ કરી. આરોપી દયાને લાયક નથી. જો આરોપીને જેલ થાય તો જેલમાં અન્ય કેદીઓની પણ રક્ષા નો વિચાર કરવો જોઈએ. આરોપીએ માસૂમનું ભવિષ્ય ખતમ કરી નાખ્યું છે. મોત ને ભેટેલ માસુમ આર્મીમેનની પૌત્રી છે. ભવિષ્યમાં માસૂમે દેશ સેવા પણ કરી હોત. માસૂમના પરિવારને યોગ્ય વળતર મળે તેવી સરકારી વકીલે માંગ કરી.


આરોપી સુજીત સાકેત(ઉંમર વર્ષ - 27) મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે. ગત 30 એપ્રિલે આ ઘટના બની હતી. 5 વર્ષની બાળકી સાથે સૃષ્ટી વિરુધનું કૃત્ય કરી હત્યા કરવામાં આવી હતી. બાળકીને ચીકલેટ આપવાના બહાને લઈ ગયો હતો.  અલગ અલગ 26 સાક્ષીઓની તાપસ કોર્ટમાં કરવામાં આવી. 53 જેટલા દસ્તાવેજી પુરાવવા રજૂ કરવામાં આવ્યા છે.