બનાસકાંઠાઃ દિયોદરના લુદ્રા કેનાલ પાસે અકસ્માતની ઘટના બની છે, જેમાં માતા પુત્રીનું મોત નીપજ્યું છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત નીપજ્યા હતા. રીક્ષામાં સાત લોકો સવાર હતા, જેમાં બે લોકોના મોત અને પાંચ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં બે મહિલાઓના કરુણ મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પાંચ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડયા અને મૃતકોની લાશને દિયોદર રેફરલ લવાઈ. 108 અને દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 


ગોઆ મેરેજ એનિવર્સરી મનાવીને પાછી આવતી યુવતીને અમદાવાદના બદલે સુરતની ટિકિટ અપાઈ તેમાં મળી ગયું મોત...........


સુરત:  સુરત હીરા બાગ ખાતે મંગળવારે રાતે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની હતી.  આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.  તમામ મુસાફરોને સલામત નીચે ઉતારાયા હતા. ખાનગી બસમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જે યુવતીનું મોત થયું તે ગોઆમાં મેરેજ એનવર્સરી મનાવીને પરત આવી રહી હતી. મૃતક તાન્યા અને પતિ વિશાલ જે સીટ પર બેઠા હતા. તેની જ નીચે બ્લાસ્ટ થયો હતો. 


જે બસનો અકસ્માત થયો તે રાજધાની ટ્રાવેલ્સ ભાવનગર આવી રહી હતી. જેમાં લગ્નની બીજી મેરેજ એનવર્સરી ઉજવીને સુરતથી ભાવનગર આવતા દંપતીનો માળો વિખેરાઇ ગયો હતો. ભાવનગરના વિશાલ અને પત્ની તાન્યાને લગ્નના બે વર્ષ પૂરા થતાં તેઓ ગોઆ ફરવા ગયા હતા. 


તેઓ એનવર્સરીની ઉજવણી કરીને ફ્લાઇટમાં અમદાવાદથી ભાવનગર આવવાના હતા. જોકે, ગોવા-અમદાવાદની ફ્લાઇટના બદલે દંપતીને ગોવા-સુરતની ટિકિટ અપાતા મંગળવારે સાંજે દંપતી સુરત એરપોર્ટ ઉતર્યું હતું. તેમજ ત્યાંથી રાજધાની ટ્રાવેલ્સમાં બેસીને ભાવનગર આવી રહ્યા હતા, તે સમયે બસને અકસ્માત નડ્યો હતો. 


બસમાં લાગેલી આગમાં વિશાલ દાઝી ગયો હતો. જ્યારે તેની પત્ની તાન્યાનું બસમાં ફસાઇ જવાના કારણે મોત થયું હતું. વિશાલને અત્યારે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયો છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.


બસમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. એકાએક લાગેલી આગને કારણે આસપાસના લોકો પણ મુસાફરોને બચાવવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે બસમાં સવાર મુસાફરોએ પણ પોતાના જીવ બચાવવા માટે બુમરાણ મચાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.બસમાં આગ લાગવાની ઘટના બનતા સુરત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.


 


Rajkot : આટકોટ રોડ પાસેથી યુવકની મળી આવી લાશ, યુવક પાસેથી મળી આવેલી સૂસાઇડ નોટમાં શું કરાયો મોટો ધડાકો?


રાજકોટઃ  જસદણના આટકોટ રોડ પાસેથી યુવક લાશ મળી આવી છે. SPS સ્કૂલ નજીક યુવકની લાશ મળી આવી હતી. અશોક ઢોલરીયા નામના યુવકની લાશ મળી છે. યુવક ચાર દિવસથી ગુમ હતો. મૃતક યુવાન પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આપઘાત કર્યા પહેલા વીડિયો ઉતાર્યો હતો. યુવકના નામે બીજા અન્ય યુવકે કારની લોન લીધી હતી.


યુગેન ભુવા નામના વ્યક્તિએ 20 લાખ પરત ન આપતા આપઘાત કર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. યુવકના ક્રેડિટ કાર્ડમાંથી પણ પૈસા ઉપાડ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. યુવકના પરીવારના સભ્યોએ આરોપીઓને પકડવામાં નહિ આવે ત્યાં સુધી લાસ સ્વીકારવાની ના પાડી. મૃતદેહને ફોરેન્સી પી.એમ માટે રાજકોટ પોલીસ બંદોબસ્ત સાથે મોકલાયો. આટકોટ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.