Banaskantha News: બનાસકાંઠામાં ભાજપનો કાર્યકર્તા (BJP worker) ભાન ભૂલ્યો હતો. અંબાજીની ખાનગી હોટલમાં (hotel) ભાજપ અંબાજી પ્રમુખની (bjp president) હાજરીમાં તલવારથી કેક (cake cutting) કાપી હતી. થોડા દિવસ પહેલા રાજકોટ ખાતે જે મૃતકો મૃત્યુ પામ્યા હતા તેમના માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો નહીં પણ પોતાના બર્થ ડે માટે તલવારથી કેક (cuts birthday cate with sword) કાપી હતી. તલવારથી કેક કાપવાનો વીડિયો વાયરલ (viral video) થયો હતો. લોકો આ કાર્યકર્તા ઉપર રોષ ઠાલવી રહ્યા છે. પોલીસ (police) તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે.


 આ અગાઉ પણ આવા વીડિયો સામે આવી ચુક્યા છે. થોડા મહિના પહેલા અનુસૂચિત જાતિના યુવાનને તેનો બાકી પગાર આપવાને બદલે માર મારી મોઢામાં પગરખું આપનાર વિભૂતી પટેલ ઉર્ફે રાણીબાની વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોધાઇ હતી. જેમાં સોશિયલ મીડિયામાં તલવારથી કેક કાપી જન્મદિનની ઉજવણી કર્યાનો વીડિયો તેણે પોતના સોશિયલ મીડિયામાં અપલોડ કરેલો હોવાથી તેના વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી.


મોરબી સાયબર સેલ ટેક્નિકલ વિભાગના પી.એસ.આઈ. એ.ડી.જાડેજાએ આરોપી વિભુતી ઉર્ફે રાણીબા હીતેન્દ્રભાઇ ઉર્ફે હિતેષભાઇ સીતાપરા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી કે યુવાનનો પગાર મામલે આપવામાં બદલે માર મારવાના કાંડમાં સામેલ તમામ આરોપીઓ ફરાર હોય. જેથી તેઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે આરોપીઓનું મોનિટરિંગ કરવામાં આવતું હતું. એ સમયે આરોપી વિભૂતિના ઇન્સ્ટાગ્રામ raniba_07 પર ગત તારીખ 3/9/2022 ના રોજ એક વિડીયો અપલોડ થયો હતો.


વીડિયોમાં વિભુતી પોતાના જન્મ દિવસે ખુલ્લી જાહેર જગ્યામાં બે ટેબલ ઉપર અલગ અલગ ફોટાઓ તથા રાણીબા નામ વાળી ઘણી બધી કેક ગોઠવી તલવાર વડે કેક કાપતા હોય અને લોકોમાં પોતનું ભય ફેલાવો તેવું જોવા મળ્યું હતું. જેથી પોલીસે આ ફરિયાદના આધારે આરોપી વિભૂતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ડીવાયએસપી પી.એ.ઝાલાના જણાવ્યા અનુસાર હાલ પોલીસ આરોપીને પકડવા કાર્યવાહી કરી રહી છે.


ઉલ્લેખનીય છે કે વિભૂતિ પટેલ સામે  અનુસૂચિત સમુદાયના એક યુવકને ઢોર માર્યા હોવાનો ગુનો પણ નોંધાયો હતો. યુવક પગારની માંગણી કરતા વિભૂતિ પટેલ અને કેટલાક અન્ય શખ્સોએ યુવકને માર મારતા યુવકે ફરિયાદ નોંધાઈ હતી.