બનાસકાંઠા : એક બાજુ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર છે તો હવે ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે.  અંબાજીના વાતાવરણમાં પલટો આવ્યો છે. યાત્રાધામ અંબાજીમાં  પવન સાથે ઝરમર ઝરમર કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે ગરમી બાદ વરસાદના પગલે વાતાવરણમાં ઠડક પ્રસરી હતી.


બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. બાલુન્દ્રા સહિતના વિસ્તારોમાં કમોમસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણએ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કોરોના સંક્રમણ સામે હવે આ કુદરતી આફત સામે આવી છે. કોરોનાની આફતથી લોકો પરેશાન છે ત્યારે શનિવારે આસમાની આફતને કારણે લોકોના જીવ અધ્ધર થયા છે. એકાએક ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો હતો.


બીજા બાજુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લા 8 દિવસમાં સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત થયા છે. જો હજુ પણ કમોમસી વરસાદ પડે તો સૌથી વધારે નુકસાન કેરીના પાકને થશે. સાથે જ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને પણ નુકસાન થઈ શકે છે. આ વર્ષે મગફળી, તલ, મગ અને બાજરા સહિતની જણસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જોકે મગફળીના પાકને વરસાદથી ફાયદો થાય છે જ્યારે બાકીના તમામ ઉનાળુ પાકને નુકશાન થઈ શકે છે.


આ સમયે માવઠું થાય તો પાછોતરા ઘઉં,વરીયાળી સહિતના પાકોને નુકશાન થવાનો ભય ઉભો થયો છે. બીજી બાજુ મિશ્ર ઋતુને કારણે છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ બિમારીઓમાં વધારો થઈ રહયો છે. અનેક લોકો શરદી, ઉધરસ,તાવ જેવી બિમારીઓમાં સંપડાયેલા છે. હવામાનના પલટાને કારણે વાયરલ બિમારીઓ વધવાની આશંકા રહેલી છે.જેના કારણે કોરોનાના કેસોમાં પણ  ઉછાળો આવી શકે છે.


સૌરાષ્ટ્રના આ મોટા જિલ્લામાં  સમયસર ઓક્સિજન નહી મળે તો લાશોના ઢગલા થશે ? જાણો કોણે આપ્યું મોટું નિવેદન


રાજકોટમાં કોરોનાના કરૂણ દ્રશ્યો, દર્દીનો જીવ બચાવવા કરવા પડ્યા આવા જુગાડ, જુઓ તસવીરો


ગુજરાતમાં હીરાના કયા જાણીતા ઉદ્યોગપતિએ રતન ટાટાને સાચા 'રતન' ગણાવ્યા ? શું કહી મોટી વાત