બનાસકાંઠા: બનાસકાંઠાના સુંઈના મોરવાડા ગામમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડાણ થતા લોહીયાળ જંગ ખેલાયો હતો. બંને જૂથ વચ્ચે અથડામણ અંગત અદાવતને કારણે થઈ હતી જેના કારણે બંને પક્ષોએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં બંને પક્ષના પાંચથી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ધાયલ થયા હતા. તમામ ઈજાગગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર માટે સુઈ ગામ લઈ જવામાં આવ્યા હતા, બાદમાં વધુ સારવાર અર્થે થરાદ ખસેડવામાં આવ્યા હતા.