ભરૂચ જીઆઇડીસીની નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. મળતી જાણકારી અનુસાર, ભરૂચ જીઆઇડીસીની એક પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. જો કે આગની જાણ થતા નગરપાલિકા સહિતના ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. અને સદનસીબે જાનહાનિના પણ અત્યાર સુધી કોઈ સમાચાર નથી.






Kheda: સાવકા પિતાએ દિકરી પર દુષ્કર્મ આચરીને બનાવી હતી ગર્ભવતી, જાણો કોર્ટે શું ફટકારી સજા


Kheda:  નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા બળાત્કાર કેસમાં સાવકા પિતાને ફાંસીની સજા સંભળાવામાં આવી છે. સાવકા પિતા દ્વારા સગીર દીકરી પર બળાત્કાર કરતા કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.


શું છે મામલો

માતર તાલુકાના એક ગામમાં સાવકા પિતાએ 11 વર્ષ ને10 મહિનાની સગીર દીકરી સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી હતી. છ મહિનાથી બળાત્કાર ગુજારતા સગીર દિકરી ત્રણ મહિનાની ગર્ભવતી બની હતી.
ગત 1 જાન્યુઆરી 2021ના રોજ સમગ્ર ઘટના સામે આવી હતી.


મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષ કેદની સજા


મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષ કેદની સજા સંભળાવાઈ છે. આરોપી સચિન ચુનારાને 10 વર્ષની સજા ફટકારી છે. 2019માં મોરબીની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના કેસમાં મોરબી પોકસો કોર્ટે ચુકાદો આપ્યો  છે. આરોપીએ ટ્યુશન ગયેલી સગીરાનું અપહરણ કરી અમદાવાદ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. 9 પુરાવા અને 25 દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે ચુકાદો આપ્યો હતો. આરોપીને દંડ તેમજ પીડિતાને વળતર આપવા પણ આદેશ કરવામાં આવ્યો.


ગુજરાત હાઈકોર્ટનું આકરુ વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસ ઝડપી ચલાવવા આદેશ


રાજ્યના નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે. રાજ્યમાં નેતાઓ સામેના ક્રિમિનલ કેસ મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્ચું છે. આ ઉપરાંત હાઈકોર્ટે નેતાઓ સામેના ક્રિમિનલ કેસોનો વિગતવાર રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યુ હતુ કે આટલા સમય સુધી નેતાઓ સામેના કેસ પેન્ડિંગ કેમ રહ્યા છે.? રાજ્યમાં નેતાઓ સામેના કેસો ઝડપી પુર્ણ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે આજે સુચન કર્યુ હતુ. આ ઉપરાંત હાઈકોર્ટે નેતાઓ સામેના ક્રિમિનલ કેસનો વિગતવાર રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો હતો. મહત્વની વાત એ છે કે સુપ્રિમ કોર્ટે પણ આદેશ કર્યો છે કે દેશના નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવામાં આવે અને સત્વરે કાર્યવાહી કરવામાં આવે.