ભરૂચઃ અંકલેશ્વર જીઆઇડીસીની પલાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશાયી થતા દોડધામ મચી ગઇ છે. દીવાલ ધરાશાયી થતા ચાર કામદારોના મોત થયા છે જ્યારે ઇજાગ્રસ્ત બે કામદારો સારવાર હેઠળ છે. કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન દુર્ઘટના સર્જાઈ હતી.


મળતી જાણકારી અનુસાર, ભરૂચના અંકલેશ્વરમાં એક કંપનીમાં દીવાલ ધરાશાયી થઇ હતી. દીવાલ ધરાશાયી થતા ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીની પલાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશયી થતા ચાર કામદારોના દટાઈ જવાથી મોત થયા છે. કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. દીવાલ અચાનક ધરાશાયી થઇ જતાં કુલ છ કામદારો દટાઈ ગયા હતા. જેમાંથી ચાર કામદારો મોતને ભેટ્યા છે જ્યારે બે કામદારો હાલ સારવાર હેઠળ છે.


ઓમિક્રોનના દર્દીઓમાં જોવા મળી રહ્યા છે આ લક્ષણો


હાલમાં સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે અને ઓમિક્રોનનો ભોગ બનેલા લોકોન કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસના આ વેરિઅન્ટ ઓમિક્રોનનો ભોગ બનેલા દર્દીઓમાં અલગ અલગ પ્રકારનાં લક્ષણો જોવા મળ્યા છે.મેડિકલ નિષ્ણાતોના જણાવ્યા  અનુસાર, કોરોનાનાં સામાન્ય રીતે જોવા મળતાં મુખ્ય લક્ષણો સિવાય એવાં પણ કેટલાક લક્ષણો છેં જે દેખાય તો તરત કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સ્નાયુઓમાં દુખાવો, માથામાં દુખાવો, ગંધ અને સ્વાદ ન આવવો કોરોનાના મુખ્ય લક્ષણો છે પણ એ સિવાય પણ ઘણાં લક્ષણો જોવા મલે છે.


આ અંગે અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ તાજેતરમાં મહત્વની ચેતવણ આપી છે. સીડીસીએ ચેતવણી આપી છે કે ત્વચા, નખ, અને હોઠના રંગમાં ફેરફાર એ ઓમિક્રોનનાં લક્ષણ છે તેથી આ પૈકી એક પણ લક્ષણ દેખાય તો તરત કોરોનાની તપાસ કરાવવી જોઈએ. આ ઉપરાંત  શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો, છાતી ભારે થવી, કન્ફ્યુઝન અને સતત ઊંઘ આવવી પણ ઓમિક્રોનના લક્ષણ હોઈ શકે છે.


 


PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો


દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ


Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?


Gujarat Corona Guideline : ગુજરાત પોલીસે કોરોના સંક્રમણને પગલે લીધો વધુ એક મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?