Bharuch News: ભરૂચના દેરોલ ગામના (derol village) પાટિયા નજીક 6 જૈન સાધ્વીજી (jain sadhvi) પર હુમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. સાધ્વીજી પર હુમલા દરમિયાન વચ્ચે પડનારા શાકભાજી વિક્રેતાને (vegetable vendor) પણ ફટકારવામાં આવ્યો હતો.


શું છે મામલો


બનાવની મળતી વિગત અનુસાર જૈન સાધ્વીજી ભગવંત આજ રોજ તેમના નિત્ય ક્રમ મુજબ સવારે 4. ૩૦ કલાકે ભરૂચ શ્રીમાળીપોળ ખાતેથી તેમની પદયાત્રા આરંભી હતી. મહંમદપુરા થી એક વ્યક્તિએ તેમનો પીછો કરવાનું શરૂ કર્યુ હતું. આ વ્યક્તિએ તેમનો પીછો કરતા કરતા બુમો પાડી તેમને ડરાવાની પ્રયત્ન કર્યો હતો અને પદયાત્રા દરમિયાન નજીક આવનો પણ પ્રયત્ન કર્યો હતો. દેરોલ નજીક અત્યંત નજીક આવનો પ્રયત્ન કરતા જૈન સાધ્વીઓએ તેમને મૌખિક સૂચના આપી દૂર રહેવાનું જણાવ્યું.


આ દરમિયાન ઉશ્કેરાયેલા ઈસમ એ પોતાના કમર પટ્ટા દ્વારા 6 સાધ્વીજી ભગવંતતોને  માર મારવાનું શરૂ કરી દીધું. જે દરમિયાન 1 સાધ્વીજીને ધક્કો મારી દૂર પણ ફેંકી દીધા હતા. આ બનાવને જોતા રસ્તા પરથી પસાર થતા એક શાકભાજી વાળાએ વચ્ચે પડી સાધ્વીજીઓ ને બચાવવાનો પ્રયત્ન કરતા આ ઈસમ શાકભાજી વાળાને પણ પટ્ટાથી અને પથ્થર મારી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે બીજા સ્થાનિકો અને ગ્રામજનો ને ખબર પડતાં મારનાર ઈસમની શોધખોળ કરતા તેને દેરોલ ચોકડી પાસે થી પકડી મેથીપાક ચખાડી પોલીસ ને હવાલે કર્યો હતો. આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે આ મામલે જૈન સમાજના લોકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના અંગે કાર્યવાહી હાથધરી છે.