Bharuch : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 5.60 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટથી વધુ પહોંચતા જીલ્લામાંથી કુલ 870થી લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે


મધ્ય પ્રદેશમાં અવિરત વરસાદને પગલે ઇન્દિરાસાગર ડેમમાંથી 7.50 લાખ ક્યુસેક પાણીની સરદાર સરોવર નર્મદા ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે જેને પગલે નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગતરોજ 5.45 લાખથી વધુ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરવામાં આવ્યું  હતું.


આજરોજ ડેમમાંથી 5.60 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું જેને કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે.ગતરોજ રાતે નદીની સપાટી વોર્નિંગ લેવલથી બે ફૂટ ઉપર વધી હતી ત્યારે આજે નદીની સપાટીમાં સતત વધારો થયો છે નદીની સપાટી વધીને 26 ફૂટ ઉપરથી વધુ પહોંચી છે. 


ભરૂચ ઉપર પુરનું સંકટ ઉભું થતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા કુટુંબના 186 જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું છે અને લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પુરના સંકટ વચ્ચે તંત્ર દ્વારા રેસ્કયુ ટીમ,સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ, સહિત આગેવાનો ખડેપગે રહી સેવા કાર્યમાં જોડાયા છે અત્યાર સુધી જીલ્લામાં 870 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.


અમૂલ ડેરીએ  દૂધમાં કિલોફેટે 20  રૂપિયાનો વધારો કર્યો 


આણંદમાં અમૂલ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો માટે સારા સમાચાર આવ્યાં છે.  અમુલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદી કરતા દૂધના ભાવમાં વધારો કર્યો.જેમાં ભેસના દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20 નો વધારો જ્યારે ગાયના પ્રતિ કિલો ફેટે 4.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો.


જન્માષ્ટમી ઉપર પશુપાલકો માટે સારા સમાચાર અમૂલે આપ્યા છે. અમૂલના ખરીદ ભાવમાં ભેંસના દૂધનો પ્રતિ કિલોનો ભાવ  740નો હતો તેની જગ્યાએ 760 નો એટલે કે 20 રૂપિયાનો વધારો જ્યારે ગાયના દૂધના પ્રતિ કિલો જૂનો ભાવ  336.40 હતો જ્યારે વધીને 340.90 થયો એટલે 4.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. 


આ ભાવવધારાથી અમૂલ પશુપાલકોને  મહિને 7 કરોડ ચુકવશે જે વર્ષે 60 કરોડથી વધારે ચુકવણી થશે. આ ભાવ આગામી 21 ઓગસ્ટના રોજ લાગુ થશે. આ ભાવને લઈ આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે.