ભાવનગર: રાજ્યમાં જીવલેણ અકસ્માતની ઘટના જાણે કે અટકવાનું નામ જ નથી લઈ રહી. આજે ભાવનગરના મહુવા નજીક સાવરકુંડલા રોડ પર થયેલા એક્સિડેન્ટમાં બે લોકોના મોત થયા હતા.

મળતી માહિતી પ્રમાણે, ભાવનગરના મહુવા નજીક સાવરકુંડલા રોડ પર તવેડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઈક સામે સામે અથડાયા હતા. અકસ્માતમાં બંને બાઈકચાલકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.



જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને મહુવા નગરપાલિકા સંચાલિત જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શેરડી ખેડૂતો માટે સારા સમાચાર, શેરડીના ખરીદ મૂલ્યમાં કરવામાં આવ્યો વધારો, જાણો વિગત

ભારતમાં વધુ એક કંપનીએ કોરોનાની દવા કરી લોન્ચ, 41 શહેરોમાં કરશે ફ્રી હોમ ડિલિવરી, જાણો શું છે ભાવ