પ્રદેશ ભાજપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત ભાજપના સંગઠન અંગે આજે મોટો નિર્ણય લેવાઈ શકે છે. બનાસકાંઠા જિલ્લાને ભાજપ સંગઠનની રીતે બે ભાગમાં જુદો કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં ભાજપના બે જિલ્લા પ્રમુખોની નિમણુંક થઈ શકે છે. 7 અને 8 ડિસે.એ મંડળ પ્રમુખની ચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ થશે. દરેક મંડળમાંથી એક પ્રદેશ પ્રતિનિધિ ભાજપમાં નિમણુંક પામશે.પ્રદેશ પ્રમુખની ચૂંટણી પહેલા બનાસકાંઠાને સંગઠનની દ્રષ્ટીએ ભાજપ બે ભાગમાં વહેંચશે