Ahemdabad News: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બિલોદરા પાસે થયેલા અકસ્માતને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
નડીયાદથી છેક રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી 15 km નો ટ્રાફિક જામ સર્જાયો છે. ટ્રાફિક જામ થતા હજારો વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવે પર અટવાયા છે. ખાસ કરીને એરપોર્ટ થી નડિયાદ, આણંદ વડોદરા તરફ જતા લોકોની મુશ્કેલીઓ વધી હતી.
મંગળવારની મોડી રાત્રે આ ગોજારો અકસ્માત સર્જાયો હતો. બોલેરો કારનું ટાયર અચાનક જ ફાટતા બોલેરો કાર ડિવાઇડર કુદી રોંગ સાઈડ પરથી જતી રહી, રોંગ સાઈડ પર જતાની સાથે જ સામે આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી ટ્રક અને બોલેરો કારની ટક્કર થતા જ ટ્રક પણ તેની દિશા બદલી ડિવાઇડર સુધી રોંગ સાઈડ પર જતી રહી હતી આ ગોઝારા અકસ્માતમાં બોલેરો કારમાં સવાર પાંચ વ્યક્તિઓમાંથી ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા. ત્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તેમને નડિયાદની સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા જ એક્સપ્રેસ હાઇવેની ટીમ તથા નડિયાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી તો બીજી તરફ અકસ્માત થતા ની સાથે જ ટ્રક ચાલક ટ્રક મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો
બોલેરો કારમાં સવાર પરિવાર મૂળ રાજસ્થાનનો છે પરંતુ ધંધા અર્થે સુરતના વરાછા વિસ્તારમાં વસવાટ કરે છે. રાજસ્થાનના સિરોઈ જિલ્લાના ગોલાણા ગામેથી લગ્ન પ્રસંગ પતાવી પરત સુરત જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત નડ્યો હતો. બોલેરો કારમાં સવાર પાંચ લોકો એક જ પરિવારના હતા અકસ્માતમાં મૃત્યુ પામનાર બોલેરોમાં કાર ચાલક દલપતભાઈ ચમનાજી પુરોહિત જેમની ઉંમર 38 વર્ષ, સુભઢીદેવી ચમનાજી પુરોહિત જેમની ઉંમર 71 વર્ષ અને 41 વર્ષીય દિનેશભાઈ પ્રભારામ પુરોહિત નો સમાવેશ થાય છે. જ્યારે ઇજા પામનાર ફુલરામ ચોગાજી પ્રજાપતિ અને તેમની સાથે 14 વર્ષની દીકરીને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગોઝારા આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જિંદગી ગુમવાતા પરિવાર પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ પણ વાંચો
સુખવીરસિંહ બાદલ પર જીવલેણ હુમલો, અમૃતસર ગૉલ્ડન ટેમ્પલના ગેટ પર ફાયરિંગ, સહેજ માટે બચ્યા નેતાજી