પોરબંદર : પોરબંદરના દરિયામાં બિપરજોઈ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભારે કરંટના કારણે પોરબંદરના દરિયામાં દસથી પંદર ફુટ ઊંચા મોજા જોવા મળ્યા છે. કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. દરિયામાં ભારે કરંટના કારણે વહિવટી પ્રશાસને દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુક્યો છે.
બિપરજોય વાવાઝોડા પહેલા ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો છે. સમુદ્ર કિનારે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા છે. કોડીનાર તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થયું છે.
વાવાઝોડાની આગાહીને પગલે ગીર સોમનાથના વેરાવળ સમુદ્ર કિનારે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બીપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાનમાં અચાનક પલટો આવી ગયો છે.
વાવાઝોડાના ખતરા વચ્ચે ડાંગના વાતાવરણમાં પલટો આવ્યો છે. આહવા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વાવાઝોડ પહેલા ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં 5 દિવસ વરસાદની આગાહી
10 જૂન
અમદાવાદ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , અમરેલી , ગીર સોમનાથમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ સિવાયના જિલ્લામાં શુષ્ક વરસાદની શક્યતા છે
11 જૂન
અમદાવાદ , વડોદરા , છોટાઉદેપુર , નર્મદા , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , તાપી , જૂનાગઢ , અમરેલી , ભાવનગર , ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
12 જૂન
સુરત , નવસારી , વલસાડ , રાજકોટ , જામનગર , પોરબંદર , જૂનાગઢ , અમરેલી , ભાવનગર , દેવભૂમિ દ્વારકા , ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
13 જૂન
પાટણ , ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની વધારે શક્યતા છે.
14 જૂન
અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે.