Gujarat Weather:વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે,  ગુજરાતમાં આગામી પાંચ દિવસ  વરસાદ પડી શકે છે. આજે વલસાડ, સુરત, નવસારીમાં વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ બે દિવસ 30થી 40 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન  ફુંકાઈ શકે છે..આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના અપાઇ છે. ...13થી 15 જુન વચ્ચે દરિયા કાંઠે 40થી 50 કિલોમિટર પ્રતિ કલાકની પવન  ફુંકાશે પવન..આવતી કાળથી ધીમે ધીમે વધશે પવનની ઝડપ વધી શકે છે. ...હાલ તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ આપી દેવાયુ છે. .


વાવાઝોડાની આગાહીને પગલે વલસાડના તિથલના દરિયા કિનારે જવા પર 14 જુન સુધી લગાવાયો પ્રતિબંધ..દરિયા કિનારે ગોઠવી દેવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત..તો અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ આપી દેવાયા છે. .NDRFની એક ટીમ વલસાડમાં સ્ટેન્ડ બાય રખાશે


વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે શું કર્યું આંકલન ?


અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું બિપરજોય પોરબંદરના દરિયાકાંઠાથી માત્ર 620 કિમી જ દૂર છે અને હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે. વાવાઝોડું 6 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દરિયામાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌ તરફ આગળ વધતા ગુજરાતના માથે ચિંતા વધી છે.


અંબાલાલ પટેલે શું કર્યું આંકલન


વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું આંકલન કર્યું છે કે, આગામી 24 કલાકમાં વાવાઝોડું ભયાનક બનશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફુંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, જૂનાગઢમાં ભારે પવન ફુંકાશે અને વાવાઝોડાથી અરબ સાગર ખળભળી ઉઠશે.


ગુજરાતના વિવિધ ભાગોમાં બિપોરજોય વાવાઝોડાના પૂર્વે તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વડોદરા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તલાટીઓને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ અપાયો છે. જિલ્લા અને તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર '1077' જાહેર કરવામાં આવ્યો છે. 8 તાલુકામાં લાયઝન ઓફિસરની નિમણૂક કરાઈ છે.


અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને કારણે હવામાન વિભાગે ગુજરાતના તમામ દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરી દીધા છે. તમામ તાલુકા સ્તરના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતના બંદરો પર ખતરાની નિશાની લગાવવામાં આવી છે.  રાષ્ટ્રીય અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની 11 ટીમોને એલર્ટ પર મૂકવામાં આવી છે.