Biporjoy: બિપરજૉય વાવાઝોડાએ લેન્ડફૉલ કરી લીધુ છે, ગુજરાતના દરિયા કાંઠે બિપરજૉયે જોરદાર તરખાટ મચાવી દીધો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ પણ બિપરજૉય વાવાઝોડાને લઇને માહિતી આપી હતી કે, આ વાવાઝોડુ તબાહી મચાવી શકે છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું. હવે બિપરજૉયે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ સાથે તબાહી મચાવી છે.


માહિતી પ્રમાણે, દ્વારકાના દરિયા કાંઠે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયામાં ભારે કરન્ટના કારણે ઓખામાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી આવ્યુ છે. દરિયાના કરન્ટ અને પવનના કારણે તારાજીના દ્રશ્યો મળ્યા મળી રહ્યાં છે. ઓખામાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી આવતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, અને ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. લેન્ડફૉલ બાદ બિપરજૉય વાવાઝોડાએ દરિયા કાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી દીધી છે. બચાવ ટીમો દ્વારા લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યાં છે. 


બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા 24 કલાકના આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ગાંધીધામમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.


છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો


ભૂજમાં 6 ઈંચ, અંજારમાં પાંચ ઈંચ વરસાદ









જામજોધપુરમાં 4, દ્વારકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ


કલ્યાણપુર અને કાલાવડમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ


વાવમાં ત્રણ ઈંચ વરસાદ, કચ્છના માંડવીમાં અઢી ઈંચ વરસાદ


ભચાઉમાં અઢી ઈંચ, તો ભાવનગરમાં બે ઈંચ વરસાદ


નખત્રાણા અને થરાદમાં બે બે ઈંચ વરસાદ


જામનગર, લાલપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ


ટંકારા, મોરબી અને ધ્રોલમાં દોઢ દોઢ ઈંચ વરસાદ


પડધરી, ખાંભામાં દોઢ દોઢ ઈંચ વરસાદ


જોડિયા, સુઈગામ, ઉપલેટામાં દોઢ દોઢ ઈંચ વરસાદ


માતર, રાધનપુર, કુતિયાણા, રાપરમાં સવા ઈંચ વરસાદ


લાખણી, ખેડા, સમીમાં એક એક ઈંચ વરસાદ


લોધિકા, રાણાવાવ, મહુધામાં એક એક ઈંચ વરસાદ


દિયોદર, પોરબંદર, ઈડર,માણાવદરમાં એક એક ઈંચ વરસાદ


ધારી, ઘોઘા, પાટણમાં એક એક ઈંચ વરસાદ


જાફરાબાદ, ધોરાજી,ભાભરમાં એક એક ઈંચ વરસાદ


માળીયા મિયાણા, પાલિતાણા, સિહોરમાં પોણો ઈંચ વરસાદ


સરસ્વતિ, ભેંસાણ, પેટલાદ, ધનસુખામાં પોણો ઈંચ વરસાદ


વિસાવદર, જોટાણા, વડનગર, ચાણસ્મામાં પોણો ઈંચ વરસાદ