Ahmedabad News:અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમનું રી ડેવલોપમેન્ટનું કામકાજ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે ગઈકાલે રાતના 12:00 વાગ્યાથી આ રોડ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે, ઉલ્લેખનિય છે કે, આ રસ્તા પરથી રોજના 50,000 થી વધુ વાહનોની અવરજવર થતી હતી પરંતુ હવે ગાંધી આશ્રમનું રીડ ડેવલોપમેન્ટના કારણે રસ્તો હવે બંધ કરવામાં આવ્યો છે, સુભાષ બ્રિજ સરકારથી ગાંધી આશ્રમ કાર્ગો મોટર સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચાલકોએ હવે સુભાષ બ્રિજ સરકારથી પ્રબોધ રાવલ સર્કલ થઈને રાણીપ તરફથી જવું પડશે. અન્ય માર્ગ તરીકે સુભાષ બ્રિજ સર્કલથી પ્રબોધ રાવળ બ્રિજ થઈ પલકથી સ્ટોલ તરફથી જઈ શકાશે.
પાર્કિગ વ્યવસ્થાની વાત કરીએ તો હવે મુલાકાતઓ માટે કુલ 1000 વાહનોની સુવિધા ધરાવતા બે પાર્કિંગ પ્લોટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આશ્રય હોટલની બાજુના પ્લોટમાંથી જેમાં 6૦૦ વાહન અને ચંદ્રભાગા બ્રિજથી બાજુમાં પ્લોટ માં 400 વાહન પાર્ક કરી શકાય તે રીતની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ટ્રાફિક સાઈનેજ બોર્ડ પણ આગામી દિવસમાં લગાવવામાં આવશે.. ઉલ્લેખનિય છે કે, સાબરમતી આશ્રમ હાલમાં નવીનીકરણ હેઠળ છે, જે વર્ષ 2026 માં પૂર્ણ થવાની સંભાવના છે. નવેમ્બરના બીજા સપ્તાહમાં ગાંધી આશ્રમના પુનઃવિકાસના મુદ્દે સરકાર સાથે બેઠક થશે.
આ પણ વાંચો
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી