પ્રશાસન દ્વારા 137 હોટલ અને બારમાંથી કબજે કરાયેલી બિયરની બોટલો 85 હજાર અને 1.60 લાખ ટીનના જથ્થા પર બૂલડોઝર ફેરવી દેવાયું હતું. દીવમા લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે દારૂની તમામ દુકાનો પણ બંધ કરાઈ હતી. અચાનક આ દુકાનો બંધ થતાં હોટલ અને બારમાલિકો પાસે મોટા જથ્થામાં બિયરની બોટલો અને બીયરના ટીન પડી રહ્યાં હતાં. બિયરની એક્સપાયરી ડેટ છ મહિનાની જ હોય છે. લોકડાઉનમાં જ આ એક્સપાયરી ડેટ પૂરી થતાં તમામ જથ્થો એક્પાયર થઈ ગયો હતો.
એકસાઈઝ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક દુકાનોમાંથી એકસપાયર થયેલા બિયરના જથ્થાને કબ્જે કરવામાં આવ્યો હતો. રવિવારે આસિસ્ટન્ટ કમિશનર ઓફ એકસાઈઝ કમ ડેપ્યુટી કલેક્ટર પોતાની ટીમ સાથે ચક્રતીર્થ બીચ પર ડમ્પીગ સ્થળે આ જથ્થાનો નાશ કર્યો હતો. આ પગલાથી દીવ જિલ્લાના લીકરના વેપારીઓને ભારે નુકસાન થયું છે.