વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યાબળને જોતાં બંને બેઠક પર ભાજપ કબજો કરી શકે છે. જ્યારે કોંગ્રેસે એક બેઠક ગુમાવવી પડી શકે છે. અહેમદ પટેલ કોંગ્રેસમાંથી અને અભય ભારદ્વાજ ભાજપમાંથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. પરંતુ બંનેના નિધનથી ફરી ચૂંટણી યોજાશે.
રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે. 19 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે 22 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટમાંથી હાલ ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 4 સીટ છે.
આમ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે રાજ્યસભાની ચૂંટણી પણ યોજાશે.