દુધઈમાં અનુભવાયેલા આંચકાનું કેંદ્ર બિંદુ દુધઈથી 8 કિલોમીટર દૂર નોંધાયું છે. જ્યારે વહેલી સવારે ભચાઉનમાં અનુભવાયેલા ભૂકંપનું કેંદ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોધાયું.
નોંધનીય છે કે, આ પહેલા જાન્યુઆરીના ૧૧ દિવસે જ કચ્છમાં ૩.૩ની તીવ્રતાનો ધરતીકંપ દૂધઈ નજીક નોંધાયો હતો. આ દિવસોમાં ગુજરાતમાં ભૂકંપના કૂલ ૩૫ આંચકા નોંધાયા છે જેમાં ૪ તો રિક્ટર સ્કેલ પર ૩.૦થી વધુ તીવ્રતાના છે અને ચારેય કચ્છ પંથકમાં નોંધાયા હતા.
11 જાન્યુઆરીએ સવારે ૯.૦૫ વાગ્યે દૂધઈથી ૧૩ કિ.મી. ઉત્તરે જમીનમાં ૧૧.૮ કિ.મી. ઉંડાઈએ આ ધરતીકંપ ઉદ્ભવ્યો હતો. આ કેન્દ્રબિંદુ ભચાઉ પછી દેશલપર નજીક હતું. આ પહેલા તા.૧ અને તા.૭ના ભચાઉ પંથકમાં અને તા.૭ના બેલા વિસ્તારમાં તીવ્ર ધરતીકંપ નોંધાયા હતા.