Chhota Udepur : છોટાઉદેપુરમાં યુપી સ્ટાઇલમાં પોલીસ અને પ્રશાસને આરોપીના ઘર પર બુલડોઝ ફરેવી દીધું છે. મળતી માહિતી મુજબ ગૌહત્યાના આરોપીના ગેરકાયદેસર બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું છે. 


ગત 10મી જૂલાઈએ છોટાઉદેપુર પોલીસે વસેડી અને સ્ટેશન વિસ્તારમાં કતલખાનું ઝડપી ગૌમાંસ સહિત 80 જેટલી ગાયોને બચાવી લઈ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.  ગૌ હત્યાના વિરોધમાં હિન્દૂ સંગઠનોએ છોટાઉદેપુર બંધ પાળી  મોટી સંખ્યામાં નગરજનોએ કલેકટરને આવેદન આપ્યું હતું


આરોપી સામે કડક કર્યાવહીની માંગ સાથે પોલીસની કાર્યવાહીને બિરદાવી પોલીસ અધિકારીઓને ફૂલ હાર પહેરાવી સન્માન કર્યું હતું.   ત્યાબાદ આજે 14 જુલાઈએ પોલીસ અને પ્રશાસને ઝડપાયેલા કતલખાનાના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવ્યું છે. મકાન તોડવાની કામગીરી સમયે DySP, મામલતદાર, TDO ઘટના સ્થળે હાજર રહ્યા હતા. 




સુપ્રીમ કોર્ટે રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહી રોકવાનો ઇનકાર કર્યો
સુપ્રિમ કોર્ટે રાજ્યોમાં હિંસક વિરોધમાં સામેલ લોકોની મિલકતો પર બુલડોઝરની કાર્યવાહીને રોકવા માટે વચગાળાનો આદેશ પસાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો કોઈ ગેરકાયદે બાંધકામ છે, તો કોર્પોરેશન અથવા નગરપાલિકા  તેના પર કાર્યવાહી કરવા માટે અધિકૃત છે, તો પછી અમે તે ગેરકાયદે બાંધકામને તોડી પાડવા સામે આદેશ કેવી રીતે પસાર કરી શકીએ.


જસ્ટિસ બીઆર ગવઈ અને પીએસ નરસિમ્હાની બેન્ચે કહ્યું કે, કાયદાના શાસનનું પાલન થવું જોઈએ કે નહિ તેના પર કોઈ પણ વિવાદ કરી શકે નહીં, પરંતુ શું આપણે સર્વગ્રાહી આદેશ પસાર કરી શકીએ? જો અમે આવો આદેશ પસાર કરીએ તો શું અમે અધિકૃત વિભાગને કાયદા મુજબ કાર્યવાહી કરતા અટકાવીશુ એવું ગણાશે.  


ખંડપીઠ જમીયત ઉલમા-એ-હિંદ, મુસ્લિમ સંસ્થાની અરજીઓ પર સુનાવણી કરી રહી હતી, જેમાં ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોની સરકારને આરોપીઓની સંપત્તિને નુકસાન ન કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. બેન્ચે તમામ પક્ષકારોને દલીલો પૂર્ણ કરવા જણાવ્યું હતું. એ પણ કહ્યું કે તે 10 ઓગસ્ટે તોડી પાડવા વિરુદ્ધ જમિયત ઉલેમા-એ-હિંદની અરજી પર સુનાવણી કરશે.