અમદાવાદઃ અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમી વધવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી બે દિવસમાં મહત્તમ તાપમાન હજુ 2 ડિગ્રી સુધી વધશે. ઉત્તર દિશામાં સૂકા પવન ફૂંકાવાથી તાપમાન વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને કારણે 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં 43 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી શકે છે. અમદાવાદ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે


તે સિવાય હવામાન વિભાગે આગાહી કરી હતી કે 19 એપ્રિલના રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે. આજે અમદાવાદમાં 41 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. જ્યારે અમરેલીમાં પણ 41 ડિગ્રી તાપમાન રહ્યુ હતુ તો કંડલા, સુરેન્દ્રનગર, અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


Rajkot: અહો આશ્ચર્યમ! રાજકોટમાં જેલમાં બંધ મિત્ર માટે બીજે મિત્ર ટિફિનમાં દારુ લઈને આવ્યો, આ રીતે ફૂટ્યો ભાંડો


રાજકોટ: શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હિન્દીમાં એક કહેવત છે ને કે, પીને વાલો કો પીને કા બહાના ચાહીએ. વ્યસની લોકો વ્યસન માટે કઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. આવું કંઈક સામે આવ્યું રાજકોટમાં જ્યાં લોકપમાં રહેલા મિત્ર માટે બીજો મિત્ર પોલીસ મથકમાં દારૂ લઈને આવ્યો હતો. પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા PSO એ બોટલ સુંઘતા સમગ્ર હકીકત સામે આવી હતી. લોકપમાં રહેલા મોહસીન ઉર્ફે વાલા નારેજા માટે મનોજ સોલંકી ટિફિનમાં દારૂ લાવ્યો હતો. પોલીસ દ્વારા મનોજ સોલંકીની અટકાયત કરી ફરિયાદ નોંધવામાં આવી છે. આમ આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. 


જાણો સુરતમાં AAPના ગઢમાં ક્યા બીજેપી નેતાએ પાડ્યો ખેલ



Gujarat Politics: સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપના છ કોર્પોરેટરો અને અગાઉના ચાર મળી કુલ 10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપી ભાજપમાં સત્તાવાર જોડાયા છે. 27 માંથી 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાતા હવે પક્ષાંતર ધારો નહીં લાગે. હાલ ભાજપના 103 તો આપના 17 કાઉન્સિલર સંખ્યાબળમાં રહેશે. તો આ મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દીપ્તિ સાકરીયાએ ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઓપરેશન પાર પાડ્યું છે. ગાંધીનગરમાં પ્રફુલ પાનસેરિયાના બંગલે બેઠક થઇ હતી. જેમાં મારા સહીત ભાજપમાં જોડાયેલા આપના કોર્પોરેટર હતા